સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન
Rajkot : રાજકોટ નજીક આવેલા સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપદાસનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેમણે હિન્દુ ધર્મના દેવતાઓ પર વિવાદિત નિવેદન આપ્યું છે. જેમા તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ભગવાન સ્વામિનારાયણ દ્વારા સર્જિત અને તેમના "મેનેજર" તરીકે ગણાવ્યા છે, જેનાથી સંતો અને ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. સ્વામીએ દાવો કર્યો કે સ્વામિનારાયણે "બ્રહ્મા જેવા અબજો ખડકી દીધા" અને તેત્રીસ કરોડ દેવી-દેવતાઓને "ઝૂમખું" બનાવી તેમની શાખાઓ વધારી, જેમાં દેવતાઓને "છેલ્લી ક્વોલિટીના મેનેજર" તરીકે રજૂ કરીને તેમની ગણના નાની કરવાનો પ્રયાસ કર્યો છે. આ નિવેદનથી હિન્દુ ધર્મની માન્યતાઓ પર પ્રશ્નો ઉભા થયા છે, જેના કારણે મામલો ગરમાયો છે અને સામાજિક માધ્યમોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જોકે આ વીડિયોની સત્યતા અંગે સ્પષ્ટ પુષ્ટિ થઈ નથી.