આણંદના કન્યા છાત્રાલયમાં વિવાદ, ભોજનને લઈ વિદ્યાર્થિનીઓનો વિરોધ
Anand : આણંદના બારકોલ વિસ્તારમાં આવેલી અનુસૂચિત જાતિના કન્યા છાત્રાલયમાં ભોજનની ગુણવત્તા અને વ્યવસ્થાને લઈને વિદ્યાર્થિનીઓએ વિરોધ નોંધાવતાં હોબાળો મચી ગયો છે.
Advertisement
Anand : આણંદના બારકોલ વિસ્તારમાં આવેલી અનુસૂચિત જાતિના કન્યા છાત્રાલયમાં ભોજનની ગુણવત્તા અને વ્યવસ્થાને લઈને વિદ્યાર્થિનીઓએ વિરોધ નોંધાવતાં હોબાળો મચી ગયો છે. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે કે સંચાલિકા દ્વારા એક જ પ્રકારનું, હલકી ગુણવત્તાવાળું અને સમયસર ન મળતું ભોજન આપવામાં આવે છે, જેના કારણે તેઓ નારાજગી વ્યક્ત કરી રહી છે. બીજી તરફ, અધિકારીએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે ભોજનનું મેનુ વિદ્યાર્થિનીઓ સાથે બેસીને નક્કી કરવામાં આવે છે, તેમજ ગુણવત્તા સુધારવા માટે સતત ચર્ચા કરવામાં આવે છે. આ મામલે બંને પક્ષોના મંતવ્યો અલગ હોવાથી વિવાદ વધુ ગરમાયો છે.
Advertisement