અધિર રંજન ચૌધરીના ટ્વિટથી વિવાદ વકરતાં ડિલીટ કરવું પડયું, જાણો શું છે મામલો
કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષી નેતા અધિર રંજન ચૌધરીએ રાજીવ ગાંધીની પુણ્યતિથીએ કરેલા ટ્વિટથી વિવાદ શરુ થયો હતો અને વિવાદ વકરતાં આખરે તેમને ટ્વિટ ડિલીટ કરવું પડયું હતું. અધિર રંજન ચૌધરી શનિવારે પોતાના ટ્વિટથી વિવાદમાં આવ્યા હતા. જો કે તેમણે ટ્વિટ ડિલીટ કરી નાંખ્યું હતું અને સ્પષ્ટતા કરતી નવી પોસ્ટ પણ કરી હતી પણ તેમની સ્પષ્ટતા પર લોકોએ કટાક્ષ કર્યા હતા. વાસ્તવમાં પૂર્વ પીએàª
09:20 AM May 21, 2022 IST
|
Vipul Pandya
કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષી નેતા અધિર રંજન ચૌધરીએ રાજીવ ગાંધીની પુણ્યતિથીએ કરેલા ટ્વિટથી વિવાદ શરુ થયો હતો અને વિવાદ વકરતાં આખરે તેમને ટ્વિટ ડિલીટ કરવું પડયું હતું.
અધિર રંજન ચૌધરી શનિવારે પોતાના ટ્વિટથી વિવાદમાં આવ્યા હતા. જો કે તેમણે ટ્વિટ ડિલીટ કરી નાંખ્યું હતું અને સ્પષ્ટતા કરતી નવી પોસ્ટ પણ કરી હતી પણ તેમની સ્પષ્ટતા પર લોકોએ કટાક્ષ કર્યા હતા.
વાસ્તવમાં પૂર્વ પીએમ રાજીવ ગાંધીની અને 31મી પુણ્યતિથી છે અને તે દિવસે અધિર રંજન ચૌધરીએ તેમને યાદ કરીને ટ્વિટ કર્યું હતું કે જ્યારે કોઇ મોટુ ઝાડ તૂટે છે તો ધરતી હલી જાય છે. ઉલ્લેખનિય છે કે કથિત રીતે રાજીવ ગાંધીએ પોતાની માતા ઇન્દીરા ગાંધીની હત્યા બાદ આ નિવેદન આપ્યું હતું. રાજીવે કહ્યું હતું કે ઇન્દીરા ગાંધીની હત્યા પછી ભારતની જનતાને એટલો ગુસ્સો આવ્યો કે કેટલાક દિવસ સુધી લોકોને લાગ્યું કે ભારત હલી રહ્યું છે. 'જબ ભી કોઇ બડા પેડ ગીરતા હે તો ધરતી હિલતી હે.' રાજીવના આ નિવેદનને 1984ના શીખ વિરોધી તોફાનો સાથે સંકળાયેલું માનવામાં આવ્યું હતું.
જો કે અધિર રંજને પોતાનું ટ્વિટ થોડી વારમાં જ હટાવી દીધું હતું અને નવું ટ્વિટ કરીને રાજીવ ગાંધીએ વિકાસ અંગે આપેલુ નિવેદન ટાંક્યુ હતું. તેમણે ટ્વિટમાં લખ્યું કે મારા નામ સાથે કરાયેલા ટ્વિટથી મારે કોઇ લેવા દેવા નથી. મારી વિરુદ્ધ તાકતો દ્વારા દુર્ભાવનાપૂર્ણ અભિયાનનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
અધિર રંજનના ટ્વિટ પર ભાજપના નેતા મનજીંદરસિંહ સિરસાએ નારાજગી પ્રગટ કરી છે. તેમણે દિલ્હી પોલીસ પાસે કેસ નોંધવાની માંગ કરી છે. તેમણે લખ્યું કે હું દિલ્હી પોલીસ પાસે કેસ નોંધવાની માગ કરું છું. અધિર રંજન સિંહ પોતાની પોસ્ટ દ્વારા સાંપ્રદાયીક નફરત ફેલાવી રહ્યા છે અને શિખોને નિશાન બનાવે છે. આવા નફરતવાળાને સોશિયલ મીડિયામાં રહેવાનો કોઇ અધિકાર નથી.
Next Article