ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઇને ઇઝારાયેલી નિર્માતાની ટિપ્પણીથી વિવાદ

'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ફરી એકવાર ચર્ચાનું માધ્યમ બની છે. ગોવામાં આયોજિત 53માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં (International Film Festival) આ ફિલ્મને લઇને ઇઝરાયેલી ફિલ્મ નિર્માતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઇને વિવાદ વકર્યો છે.. તેમણે આ ફિલ્મને વલ્ગર અને પ્રોપેગેન્ડા ફેલાવનારી કહી છે. મહત્વપૂર્ણ છે કે 20 નવેમ્બરથી ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2022નું આયોજન કરવામાં આવà
06:09 AM Nov 29, 2022 IST | Vipul Pandya
'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ફરી એકવાર ચર્ચાનું માધ્યમ બની છે. ગોવામાં આયોજિત 53માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં (International Film Festival) આ ફિલ્મને લઇને ઇઝરાયેલી ફિલ્મ નિર્માતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઇને વિવાદ વકર્યો છે.. તેમણે આ ફિલ્મને વલ્ગર અને પ્રોપેગેન્ડા ફેલાવનારી કહી છે. મહત્વપૂર્ણ છે કે 20 નવેમ્બરથી ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2022નું આયોજન કરવામાં આવà
'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ફરી એકવાર ચર્ચાનું માધ્યમ બની છે. ગોવામાં આયોજિત 53માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં (International Film Festival) આ ફિલ્મને લઇને ઇઝરાયેલી ફિલ્મ નિર્માતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઇને વિવાદ વકર્યો છે.. તેમણે આ ફિલ્મને વલ્ગર અને પ્રોપેગેન્ડા ફેલાવનારી કહી છે. મહત્વપૂર્ણ છે કે 20 નવેમ્બરથી ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2022નું આયોજન કરવામાં આવ્યું હતું...જેનું 28 તારીખે સમાપન થયું.. આ સમગ્ર વિવાદથી જ્યૂરીએ ખુદને અલગ રાખી છે..અને ઇઝરાયેલી નિર્માતા નાદવ લેપિડે કરેલી ટિપ્પણીને વ્યક્તિગત ટિપ્પણી ગણાવી છે. 
28 નવેમ્બરના રોજ થયું ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન 
આ ફિલ્મ ફેસ્ટિવલનું 28 નવેમ્બરના રોજ સમાપન થયું હતું જ્યાં ફેસ્ટિવલના મુખ્ય નિર્ણાયક જૂરી રહેલા ઇઝરાયલી ફિલ્મ નિર્માતા નાદવ લેપિડે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, અમને આ ફિલ્મ વલ્ગર અને પ્રોપેગેંડા બેઝ્ડ ફિલ્મ લાગી. ધ કાશ્મીર ફાઈલ્સ પર ઈઝરાયેલી ફિલ્મમેકર અને જ્યુરી નાદવ લેપિડ તરફથી કરવામાં આવેલી ટિપ્પણીથી જ્યૂરી બોર્ડે પોતાની જાતને અળગી કરતા તેને લેપિડની વ્યક્તિગત ટિપ્પણી ગણાવી છે.  
સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયા 
નાદવ લેપિડનું આ નિવેદન ટ્વિટર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેના પર પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો નાદવના આ નિવેદનની આકરી ઝાટકણી કાઢી રહ્યાં છે તો ઘણા લોકો વિવેક અગ્નિહોત્રીની ટીકા કરી રહ્યા છે. નાદવના નિવેદનની ટીકા કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે, કોણ છે નાદવ? તે કાશ્મીર વિશે શું જાણે છે? શું 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની પ્રાસંગિકતા સાબિત કરવા માટે આપણને ઇઝરાયેલની જરૂર છે ?  નાદવ લેપિડના આ નિવેદનનો વિરોધ કરતા અન્ય એક યુઝરે લખ્યું હતું કે આ બતાવે છે કે શા માટે કાશ્મીરી પંડિતોને ક્યારેય ન્યાય મળ્યો નથી અને તેમની સાથે સતત ક્રૂરતા થઈ રહી છે.પોતાની વાત કહેવા બદલ વિવેક અગ્નિહોત્રીનો આભાર. 'ધ કાશ્મીર ફાઇલ્સ' એ બહાદુરીનું કામ છે."
આ પણ વાંચો  -  શ્રદ્ધા હત્યા કાંડનો રેલો સુરત પહોંચ્યો, ડ્રગ પેડલરનું આફતાબ સાથે કનેક્શન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
'TheKashmirFiles'internationalfilmfestivalCommentcontroversyGujaratFirstIsraeliproducer
Next Article