ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IIM અમદાવાદના લોગોમાંથી સંસ્કૃત શબ્દ હટાવાતા વિવાદ

અમદાવાદ IIMના લોગોમાંથી સંસ્કત શબ્દ 'विद्याविनियोगाद्विकास' હટાવવામાં આવતા ફેકલ્ટી નારાજ બની છે. ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા લોગો બદલવામાં આવ્યો છે, જેના કારણે નવો વિવાદ થયો છે અને  ફેકલ્ટી અને કાઉન્સિલ સામ સામે આવી ગયા છે. આઇઆઇએમના લોગોમાં રહેલા સંસ્કૃત શબ્દ અને સીદી સૈયદની જાળી આઇઆઇએમ અમદાવાદની ઓળખ છે હોવાનું ફેકલ્ટી દ્વારા જણાવાઇ રહ્યું છે. ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા સ્થાનિક અà
10:11 AM Mar 31, 2022 IST | Vipul Pandya
અમદાવાદ IIMના લોગોમાંથી સંસ્કત શબ્દ 'विद्याविनियोगाद्विकास' હટાવવામાં આવતા ફેકલ્ટી નારાજ બની છે. ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા લોગો બદલવામાં આવ્યો છે, જેના કારણે નવો વિવાદ થયો છે અને  ફેકલ્ટી અને કાઉન્સિલ સામ સામે આવી ગયા છે. આઇઆઇએમના લોગોમાં રહેલા સંસ્કૃત શબ્દ અને સીદી સૈયદની જાળી આઇઆઇએમ અમદાવાદની ઓળખ છે હોવાનું ફેકલ્ટી દ્વારા જણાવાઇ રહ્યું છે. ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા સ્થાનિક અà
અમદાવાદ IIMના લોગોમાંથી સંસ્કત શબ્દ 'विद्याविनियोगाद्विकास' હટાવવામાં આવતા ફેકલ્ટી નારાજ બની છે. ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા લોગો બદલવામાં આવ્યો છે, જેના કારણે નવો વિવાદ થયો છે અને  ફેકલ્ટી અને કાઉન્સિલ સામ સામે આવી ગયા છે. 
આઇઆઇએમના લોગોમાં રહેલા સંસ્કૃત શબ્દ અને સીદી સૈયદની જાળી આઇઆઇએમ અમદાવાદની ઓળખ છે હોવાનું ફેકલ્ટી દ્વારા જણાવાઇ રહ્યું છે. ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર માટે અલગ લોગો પસંદ કરવામાં આવ્યો છે જેથી  ફેકલ્ટીમાં નારાજગી જોવા મળી રહી છે. 
આઇઆઇએમના લોગોમાં રહેલા સંસ્કૃત શબ્દ 'विद्याविनियोगाद्विकास'નો અર્થ  જ્ઞાન ના પ્રસારથી વિકાસ સુધી થાય છે. જાણવા મળ્યા મુજબ અંદાજે 45 પ્રોફેસરોએ આ શબ્દ હટાવાતા બોર્ડ ઓફ ગવર્નન્સને પત્ર લખ્યો છે. ફેકલ્ટીએ ચિંતા  વ્યકત કરી હતી કે આઇઆઇએમનો નવો લોગો, આઇઆઇએમની વિરાસત અને તેના ઉદ્દેશ્યની ઓળખ સાથે મેળ ખાતો નથી. આઇઆઇએમનો મુળ લોગો જાળી અને સંસ્કૃત કવિતા ભારતીય નૈતિકતાને વ્યાખ્યાયિત કરે છે. ફેકલ્ટી માની રહી છે કે જુનો લોગો તેમના માટે ભારતીયતાનું પ્રતિક છે. શિક્ષણ સાથે તેમનો લગાવ જ સંસ્થા સાથે તેમના લગાવ સમાન છે. દેશના વિકાસ, ઉદ્યોગ સમાજ, વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ ડિસીપ્લીન પ્રતિ તેમની પ્રતિબદ્ધતા છે. લોગોમાં કોઇ પણ પ્રકારનો બદલાવ ઓળખ પર હુમલો છે. 
Tags :
AhmedabadGujaratFirstIIM
Next Article