Studio On Wheels: આ.. ભામાશાએ તો 'દાન'ની સરાવણી વહાવી સૌનું 'દિલ' જીતી લીધું !
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં (Studio On Wheels) સદારામ સેવા સમિતિના અધ્યક્ષ બાબાભાઈ ભરવાડ (Bababhai Bharwad) સાથે સીધી ચર્ચા કરવામાં આવી હતી. સદારામ સેવા સમિતિના અધ્યક્ષ અને પ્રખ્યાત દાતા બાબાભાઈ ભરવાડે ઉત્તર ગુજરાતના શૈક્ષણિક હબ પાટણમાં ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજની દીકરીઓ માટે અત્યાધુનિક હોસ્ટેલના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' કાર્યક્રમમાં લાઇવ પોડકાસ્ટ દરમિયાન બાબાભાઈએ આ પ્રોજેક્ટ વિશે નિખાલસ વાતચીત કરી હતી.બાબાભાઈએ જણાવ્યું કે, તેમણે અઢી કરોડ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો છે અને હોસ્ટેલના નિર્માણ માટે 10 કરોડથી વધુનું આયોજન કર્યું છે. આ હોસ્ટેલમાં 75 ટકા સીટો ઠાકોર સમાજની દીકરીઓ માટે અને 25 ટકા અન્ય સમાજની દીકરીઓ માટે અનામત રાખવામાં આવશે. દીકરીઓને તમામ સુવિધાઓ જેવી કે રહેઠાણ, ભોજન વગેરે મફતમાં મળશે, જેથી છેવાડાના ગામોમાંથી આવતી વિદ્યાર્થિનીઓને શિક્ષણ મેળવવામાં સુરક્ષિત અને ઘર જેવું વાતાવરણ મળી રહે."અઢાર વર્ણ એક સમાન"ના સિદ્ધાંતને અનુસરીને બાબાભાઈ કામ કરી રહ્યા છે ત્યારે વધુમા તેમણે શું કહ્યું ? જુઓ વીડિયો...


