કોરોનાના પગલે આ વર્ષે યોજાનારી એશિયન ગેમ્સ અનિશ્ચિતકાળ માટે સ્થગિત
સમગ્ર વિશ્વમાં ફરી એકવાર
કોરોના વાયરસનો ખતરો વધવા લાગ્યો છે. ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. ખાસ
કરીને ભારતના પાડોશી દેશ ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. હવે રમતગમત પર પણ
કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યા છે. જી હાં, ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સને
કોરોનાના કારણે સ્થગિત કરવી પડી છે. ચીનમાં કોવિડ-19ના વધતા જતા કેસોને કારણે આ
વર્ષે સપ્ટેમ્બરમાં હાંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સને શુક્રવારે મોકૂફ રાખવામાં
આવી છે. સરકારી ન્યૂઝ ચેનલ CGTN ટીવી અનુસાર એશિયન ઓલિમ્પિક કાઉન્સિલ (OCA)એ 19મી એશિયન ગેમ્સને સ્થગિત કરી
દીધી છે.
#BREAKING Asian Games 2022 postponed: Chinese state media pic.twitter.com/ALWriYqes6
— AFP News Agency (@AFP) May 6, 2022" title="" target="">javascript:nicTemp();
ઉલ્લેખનિય છે કે આ ગેમ્સ 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન શાંઘાઈથી
લગભગ 175 કિમી દક્ષિણ પશ્ચિમમાં આવેલા ઝેજિયાંગ પ્રાંતની રાજધાની હાંગઝોઉમાં
યોજાવાની હતી. ગેમ્સની સત્તાવાર વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવાયું છે કે
એશિયન
ઓલિમ્પિક કાઉન્સિલે જાહેરાત કરી છે કે 10 થી 25 સપ્ટેમ્બર, 2022 સુધી દરમિયાન ચીનના હાંગઝોઉમાં
યોજાનારી 19મી એશિયન
ગેમ્સ સ્થગિત કરવામાં આવશે. આ નિર્ણય એટલા માટે લેવામાં
આવ્યો છે કારણ કે ચીન હાલમાં કોવિડ-19 સામે લડી રહ્યું છે. શાંઘાઈમાં
દરરોજ રેકોર્ડ સંખ્યામાં કેસ આવી રહ્યા છે. જે મેજબાન શહેર હેંગઝોઉની એકદમ
નજીક છે.


