ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોરોના સંક્રમિત ખેલાડીઓ પણ T20 વર્લ્ડ કપમાં રમી શકશે મેચ : ICC

રવિવારે T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) શરૂઆત થઇ ચુકી છે. ત્યારે ICC દ્વારા એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને સાંભળી થોડીવાર માટે તમે પણ ચોંકી જશો. જીહા, આ નિર્ણયની હાલમાં ખેલાડીઓ વચ્ચે પણ ચર્ચા ખૂબ થઇ રહી છે. મહત્વનું છે કે, આ વર્ષે T20 વર્લ્ડ કપમાં તે ખેલાડીઓને પણ રમવાની મંજૂરી મળી ગઇ છે જે કોરોનાથી સંક્રમિત હશે.ICCનો મોટો નિર્ણયT20 વર્લ્ડ કપ 2022 T20 World Cup 2022) 16 ઓક્ટોબરથી શરૂ થયો છે અને આ ટૂર્નામેન્à
01:53 AM Oct 17, 2022 IST | Vipul Pandya
રવિવારે T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) શરૂઆત થઇ ચુકી છે. ત્યારે ICC દ્વારા એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને સાંભળી થોડીવાર માટે તમે પણ ચોંકી જશો. જીહા, આ નિર્ણયની હાલમાં ખેલાડીઓ વચ્ચે પણ ચર્ચા ખૂબ થઇ રહી છે. મહત્વનું છે કે, આ વર્ષે T20 વર્લ્ડ કપમાં તે ખેલાડીઓને પણ રમવાની મંજૂરી મળી ગઇ છે જે કોરોનાથી સંક્રમિત હશે.ICCનો મોટો નિર્ણયT20 વર્લ્ડ કપ 2022 T20 World Cup 2022) 16 ઓક્ટોબરથી શરૂ થયો છે અને આ ટૂર્નામેન્à
રવિવારે T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) શરૂઆત થઇ ચુકી છે. ત્યારે ICC દ્વારા એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને સાંભળી થોડીવાર માટે તમે પણ ચોંકી જશો. જીહા, આ નિર્ણયની હાલમાં ખેલાડીઓ વચ્ચે પણ ચર્ચા ખૂબ થઇ રહી છે. મહત્વનું છે કે, આ વર્ષે T20 વર્લ્ડ કપમાં તે ખેલાડીઓને પણ રમવાની મંજૂરી મળી ગઇ છે જે કોરોનાથી સંક્રમિત હશે.
ICCનો મોટો નિર્ણય
T20 વર્લ્ડ કપ 2022 T20 World Cup 2022) 16 ઓક્ટોબરથી શરૂ થયો છે અને આ ટૂર્નામેન્ટની બે મેચ પણ રમાઈ છે. આ દરમિયાન ICC દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત ખેલાડીઓના કોરોના પોઝિટિવ હોવા અંગે છે. મહત્વનું છે કે, કોરોનાને કારણે ખેલાડીઓને ઘણા દિવસો સુધી એકલા રહેવું પડે છે. આવી સ્થિતિમાં ICCએ આ અંગે મોટો નિર્ણય લીધો છે. 
કોઇ ખેલાડીની રહે આઈસોલેશનમાં
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 માટે ICC દ્વારા કોરોનાના નિયમો હળવા કરવામાં આવ્યા છે. ICCનું કહેવું છે કે જો કોઈ ક્રિકેટર પોઝિટિવ આવશે તો પણ તેને રમવાની મંજૂરી આપવામાં આવશે. એક અહેવાલ મુજબ, ICCનું કહેવું છે કે જો કોઈ ખેલાડી કોરોના પોઝિટિવ જોવા મળે છે તો તે જરૂરી નથી કે ટૂર્નામેન્ટ દરમિયાન તેનો ટેસ્ટ કરવામાં આવે અને કોઈ પણ પ્રકારનો આઈસોલેશન પીરિયડ નહીં હોય. એટલે કે, ત્યાં કોઈ આઈસોલેશનમાં રહેશે નહીં.
ડોક્ટર કરશે નક્કી
જો કોઈ ખેલાડી પોઝિટિવ જોવા મળે છે, તો ટીમના ડોક્ટરોએ નક્કી કરવું પડશે કે તે રમશે કે નહીં. આ સિવાય જો ખેલાડી પોતે રમવા માટે તૈયાર ન હોય તો ટીમોને તેના સ્થાને અન્ય ખેલાડીને લેવાની પણ છૂટ આપવામાં આવશે. પરંતુ જો ખેલાડી સંક્રમણ હોવા છતાં રમવા માટે મંજૂરી આપે છે, તો ફિક્સ્ચરમાં તેની રમતમાં કોઈ વિક્ષેપ નહીં આવે. જણાવી દઈએ કે, આ અઠવાડિયાની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની સરકારે કોરોના સંક્રમિત લોકોના આઈસોલેશનને ખતમ કર્યું હતું. હવે આ પછી ICCએ પણ આ અંગે નિર્ણય લીધો છે.
ઓસ્ટ્રેલિયા ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે
ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં પ્રથમ વખત રમાઈ રહેલા ક્રિકેટના આ મહાકુંભમાં 16 ટીમો પડકાર આપશે. જો તેનું આયોજન ઘરઆંગણે કરવામાં આવશે તો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટાઈટલ બચાવવાના ઈરાદા સાથે આવશે, જોકે રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે છેલ્લા એક વર્ષથી T20મા શાનદાર પ્રદર્શન કર્યું છે, તેથી ટ્રોફી પર ભારતનો દાવો મજબૂત દેખાય છે. જણાવી દઈએ કે, ભારતે છેલ્લે 2007મા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
T20 વર્લ્ડ કપ 2022ની થઇ શરૂઆત
ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપ 2022 રવિવારથી શરૂ થઈ ગયો છે. આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે તાજ બચાવવાનો પડકાર હશે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ T20 વર્લ્ડ કપની શરૂઆત રવિવારે સવારે 9.30 વાગ્યે નામીબિયા અને શ્રીલંકા મેચ સાથે થઇ હતી. આપને જણાવી દઈએ કે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં નામીબિયાએ શ્રીલંકાને હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં નેધરલેન્ડે UAEને હરાવ્યું હતું.
આ પણ વાંચો - આજથી ICC T20 વર્લ્ડ કપનો પ્રારંભ, 16 ટીમો વચ્ચે જોરદાર ટક્કર
Tags :
CoronaVirusCovid19CricketGujaratFirstICCPlayerSportst20worldcupt20worldcup2022
Next Article