Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બનાસકાંઠામાં સરકારી કચેરીઓમાં ગાયો છોડી મુકાઇ, આંદોલન વધુ ઉગ્ર બન્યું

ઉત્તર ગુજરાત (North Gujarat) માં પશુપાલકો અને પાંજરાપોળ સંચાલકો દ્વારા શરુ કરાયેલા આંદોલનમાં શુક્રવારે પાટણ, રાધનપુર, ડીસા અને લાખણીમાં સરકારી કચેરીઓ (Government offices)માં ગાયો (Cows) ને છોડી મુકી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેટલાક સ્થળોએ પોલીસે આંદોલન કરી રહેલા પશુપાલકોની સમજાવટ કરી હતી પણ તેઓ ટસના મસ ના થતાં પોલીસ દ્વારા અટકાયત પણ કરાઇ છે. બનાસકાંઠાના ડીસામાં ગૌ સેવકોનું આંદોલન બન્યું à
બનાસકાંઠામાં સરકારી કચેરીઓમાં ગાયો છોડી મુકાઇ  આંદોલન વધુ ઉગ્ર બન્યું
Advertisement
ઉત્તર ગુજરાત (North Gujarat) માં પશુપાલકો અને પાંજરાપોળ સંચાલકો દ્વારા શરુ કરાયેલા આંદોલનમાં શુક્રવારે પાટણ, રાધનપુર, ડીસા અને લાખણીમાં સરકારી કચેરીઓ (Government offices)માં ગાયો (Cows) ને છોડી મુકી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેટલાક સ્થળોએ પોલીસે આંદોલન કરી રહેલા પશુપાલકોની સમજાવટ કરી હતી પણ તેઓ ટસના મસ ના થતાં પોલીસ દ્વારા અટકાયત પણ કરાઇ છે. બનાસકાંઠાના ડીસામાં ગૌ સેવકોનું આંદોલન બન્યું ઉગ્ર છે અને ગૌ સેવકોએ ડીસા રાધનપુર હાઇવે બ્લોક કર્યો હતો. ભાભરમાં પણ  ગૌશાળાની ગાયો મામલતદાર કચેરી છોડી મુકાઇ હતી. પાટણ સાંતલપુરમાં ગૌશાળાની ગાયો રોડ પર છોડી વિરોધ વ્યક્ત કરાયો કરાયો હતો. 

સરકારે 500 કરોડની સહાયની જાહેરાત કરી હતી
બનાસકાંઠામાં ગૌશાળા સંચાલકોનું આંદોલન ઉગ્ર બન્યું છે. સરકાર ગત માર્ચ માસમાં 500 કરોડની સહાયની જાહેરાત કરી હતી પણ હજું સુધી આ સહાય ચુકવાઇ નથી જેના પગલે પશુપાલકો અને ગૌશાળા સંચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તાત્કાલીક 500 કરોડની સહાય ચુકવવામાં આવે તે માટે છેલ્લા ઘણા દિવસોથી ગૌશાળા સંચાલકોનું આંદોલન ચાલી રહ્યું છે. ગૌશાળા સંચાલકોએ સરકારી કચેરીઓમાં ગાયો છોડી વિરોધ નોંધાવશે તેવી જાહેરાત કરી હતી. ગૌશાળા સંચાલકોની ચીમકીના પગલે પોલીસ પણ સતર્ક થઇ ગઇ છે. 

બનાસકાંઠામાં 90 હજાર ગાયોને છોડવાની જાહેરાત
બનાસકાંઠામાં  ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનું આંદોલન હવે ચરમસીમાએ પહોંચ્યું છે. આંદોલનના પગલે  જીલ્લાની 180 ગૌશાળામાંથી 90 હજાર પશુને છોડી મુકવાની જાહેરાત કરાઇ હતી.સરકારી કચેરીઓમાં પશુઓને છૂટા મૂકી વિરોધ કરાશે તેવી જાહેરાત કરાતા શુક્રવારે વહેલી સવારથી બનાસકાંઠા જીલ્લામાં વિવિધ શહેરોમાં પશુપાલકો અને ગૌશાળા સંચાલકો એકત્ર થવા લાગ્યા હતા. કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે બેરીકેડ ગોઠવ્યા હતા.

સરકારી કચેરીઓમાં ગાયોને છોડી મુકાઇ 
જો કે બનાસકાઠાના ડીસા, થરાદ, રાધનપુર ઉપરાંત પાટણમાં શુક્રવારે સવારે એકત્ર થયેલા પશુપાલકોએ સરકારી કચેરીઓમાં ગાયો છોડી મુકી હતી. પ્રાંતકચેરીઓમાં જ ગાયોને કરવામાં નીરણ કરવામાં આવ્યું હતું. સરકારી કચેરીઓમાં ગાયો છોડી મુકાતા ભારે ઉત્તેજના જોવા મળી હતી. 
Tags :
Advertisement

.

×