Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા, સી.આર. પાટીલે આ કામથી કરી શરુઆત

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી હાલમાં જ પુરી તઇ છે. જેમાંથી ઉત્તર પ્રદેશ સહિત ચાર રાાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસિય ગુજરાત પ્રવાસે પણ આવ્યા હતા. જે દરમિયાન ભવ્ય રોડ શો અને અનેક કાર્યક્રમોની અંદર તેમણે ભાગ લીધો. ગુજરાતમાં પણ આ વર્ષે જ વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે વડાપ્રધાનની આ ગુજરાત મુલાકાતને ગુજરાતની આ ચૂંટણી માટેના મિશન ગુજરા
ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા  સી આર  પાટીલે આ કામથી કરી શરુઆત
Advertisement
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી હાલમાં જ પુરી તઇ છે. જેમાંથી ઉત્તર પ્રદેશ સહિત ચાર રાાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસિય ગુજરાત પ્રવાસે પણ આવ્યા હતા. જે દરમિયાન ભવ્ય રોડ શો અને અનેક કાર્યક્રમોની અંદર તેમણે ભાગ લીધો. ગુજરાતમાં પણ આ વર્ષે જ વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે વડાપ્રધાનની આ ગુજરાત મુલાકાતને ગુજરાતની આ ચૂંટણી માટેના મિશન ગુજરાતની જ શરુઆત માનવામાં આવી રહી છે. આ વાતની સાક્ષી પુરતા હોય તેમ હવે રાજ્યના ભાજપ સંગઠન દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે.
ભીંતચિત્રો અને સૂત્રો વડે શરુઆત
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટેના શ્રીગણેશ કર્યા છે. તેમણ અમદાવાદના એરપોર્ટ સર્કલ પર ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી અંતર્ગતની પ્રક્રિયા સંદર્ભે ભીંત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. પસંદ કરાયેલા ભીંત સૂત્રો પૈકી ‘મોદીનું ગુજરાત અને ગુજરાતના મોદી’, ‘ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ’, ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ’ જેવા મુખ્ય સ્લોગન પોતાના સ્વહસ્તે ભીંત પર બનાવ્યા હતા. સાથ જ વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો જીતવા ભાજપાના કાર્યકર્તાઓ સુસજ્જ છે તેવું આહ્વાન કરી ચૂંટણી અભિયાનનું બ્યુગલ ફૂંક્યું છે.

આ પ્રસંગે મીડિયાને સંબોધતાં  પાટીલે જણાવ્યું હતું કે આજ રોજ સુરત અને કર્ણાવતી ખાતે ભીંત ચિત્ર - વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનો શુભારંભ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપે છેલ્લા ૫ વર્ષ દરમ્યાન કરેલા કાર્યોને પ્રજા સુધી લઈ જવાશે. ભાજપે ગુજરાતમાં ૨૫ વરસ કરતા વધુથી સેવા કરીને અનેકાનેક યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડયા છે. ભાજપા નવી તેમજ આધુનિક તમામ પદ્ધતિઓ થકી ચૂંટણી પ્રચાર કરી જનતા જનાર્દન સુધી પહોંચવાના તમામ પ્રયત્નો હાથ ધરશે.
Advertisement
Tags :
Advertisement

.

×