Tribute to Vijay Rupani : સી.આર. પાટીલે પૂર્વ CM રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી
પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે, ભાગ્યેજ બનતા અકસ્માતમાં મૃત્યુ થયેલ તમામ દિવંગતોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરૂ છું.
Advertisement
પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે, ભાગ્યેજ બનતા અકસ્માતમાં મૃત્યુ થયેલ તમામ દિવંગતોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરૂ છું. હું મધ્યપ્રદેશ હતો ત્યારે મને કોઈએ કહ્યું કદાચ વિજયભાઈ પણ તે જ પ્લેનમાં છે. મને એવું લાગ્યું કે કદાચ આ ખોટું પડે. હદયના ધબકારા ચુકી જાય તેવો આંચકો લાગ્યો. કોર્પોરેટર, સ્ટેન્ડિગ ચેરમેન, મેયર, ધારાસભ્ય, મહામંત્રી, મંત્રી, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને પ્રભારી હતા. કદાચ જ કોઈ વ્યક્તિ આટલા બધા હોદ્દાઓ પર રહ્યા હશે. ભાજપને ક્યારેય પુરી ન શકાય તેવી ખોટ પડી છે.
Advertisement