ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સપ્તાહના પહેલા દિવસે જ શેર બજારમાં કડાકો,જાણો રોકાણકારોના કેટલા રૂપિયા ડૂબ્યા

સ્થાનિક શેરબજાર (Stock market) માં ઘટાડાનો દોર યથાવત છે અને જે રેડ ઝોનમાં સવારે કારોબાર શરૂ થયો હતો તેમાંથી હજુ બહાર આવી શક્યું નથી. સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) તેમના મહત્વના સ્તરોથી તૂટી ગયા છે અને બજારમાં ચારેબાજુ વેચવાલી જોવા મળી રહી છે. માત્ર અમુક ક્ષેત્રોમાં જ તેજી જોવા મળી છે. આજે 953.70 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 57,145.22 પર બંધ રહ્યો છે જ્યારે નિફ્ટ પણ -311 પોઈન્ટના ઘટાડા સાથે 17016.30 પર બંધ રહ
10:34 AM Sep 26, 2022 IST | Vipul Pandya

સ્થાનિક શેરબજાર (Stock market) માં ઘટાડાનો દોર યથાવત છે અને જે રેડ ઝોનમાં સવારે કારોબાર શરૂ થયો હતો તેમાંથી હજુ બહાર આવી શક્યું નથી. સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) તેમના મહત્વના સ્તરોથી તૂટી ગયા છે અને બજારમાં ચારેબાજુ વેચવાલી જોવા મળી રહી છે. માત્ર અમુક ક્ષેત્રોમાં જ તેજી જોવા મળી છે. આજે 953.70 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 57,145.22 પર બંધ રહ્યો છે જ્યારે નિફ્ટ પણ -311 પોઈન્ટના ઘટાડા સાથે 17016.30 પર બંધ રહ્યો છે.

4 દિવસમાં 14 લાખ કરોડનું નુકસાન

મુંબઈ સ્ટોક એક્સચેન્જનું માર્કેટ (Mumbai Stock Exchange Market) કેપિટલાઇઝેશન શુક્રવારે રૂ. 276.65 લાખ કરોડ હતું, જે સોમવારે ટ્રેડિંગ શરૂ થયાના થોડા કલાકોમાં ઘટીને રૂ. 269.86 લાખ કરોડ થઈ ગયું હતું. એટલે કે રોકાણકારોને લગભગ 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે 20 સપ્ટેમ્બર, 2022 ના રોજ, બજાર છેલ્લી વખત ઝડપી ગતિએ બંધ થયું હતું, તે દિવસે માર્કેટ કેપ 283.32 લાખ કરોડ રૂપિયા હતું. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ માત્ર ચાર ટ્રેડિંગ (Trading) સેશનમાં 13.50 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. 

RBI રેપો રેટ વધારીશકે છે

RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આ સપ્તાહે 28-30 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે. બે મહિનાના ઘટાડા બાદ ઓગસ્ટ મહિનામાં ફરીથી છૂટક મોંઘવારી દરમાં વધારો થયો છે. ઓગસ્ટ મહિનામાં રિટેલ મોંઘવારી દર 7 ટકા રહ્યો છે. આવી સ્થિતિમાં બજાર નિષ્ણાતો આરબીઆઈ દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની આગાહી કરી રહ્યા છે. 30 સપ્ટેમ્બરે, RBI રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સ વધારવાની જાહેરાત કરી શકે છે, ત્યારબાદ રેપો રેટ 5.40 ટકાથી વધીને 5.90 ટકા થઈ શકે છે. જે બાદ ભારતમાં રિટેલ લોનથી લઈને બિઝનેસ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે, જેની અસર માંગ પર પડી શકે છે.

Tags :
crashfirstdayoftheweekGujaratFirstinvestorshavesunkmanyrupeesStockmarket
Next Article