Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan : ખેડૂતો પર ઘેરાયા ચિંતાના વાદળો, રાયડાના પાકમાં રોગ થતા ઉત્પાદનમાં ઘટાડો

Patan : પાટણ જિલ્લાના ખેડૂતો પર ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાય રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પહેલા ભારે વરસાદ બાદ કમોસમી માવઠાને લઈ ખેડૂતોને માર સહન કરવો પડી રહ્યો છે. પેટે પાટા બાંધી રવિ સિઝનમાં રાયડાનું વિપુલ પ્રમાણાં વાવેતર કર્યું હતું.
Advertisement

Patan : પાટણ જિલ્લાના ખેડૂતો પર ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાય રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પહેલા ભારે વરસાદ બાદ કમોસમી માવઠાને લઈ ખેડૂતોને માર સહન કરવો પડી રહ્યો છે. પેટે પાટા બાંધી રવિ સિઝનમાં રાયડાનું વિપુલ પ્રમાણાં વાવેતર કર્યું. પરંતુ પાક અણી પર આવ્યો ત્યારે વાદળછાયું વાતાવરણ અને ઝાકળ પડતાં ઉભા રાયડાના પાક પર મેલો મછીનો ઉપદ્રવ જોવા મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાટણ જિલ્લામાં 24,850 હજાર હેક્ટરમાં ખેડૂતોએ રાયડાનું વાવેતર તો કર્યું પણ રાયડામાં મેલો મછીનો ઉપદ્રવ વઘતા પડતા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાયડાના પાકનું વાવેતર ટૂંકા ગાળાનું અને ખર્ચા વીઘા દીઠ 15,000 થી 20, 000 હજાર જેટલા થાય છે. ત્યારે મછીનો રોગ આવતા પાક મળશે કે કેમ તેવી વિમાસણમાં ખેડૂત જોવા મળી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement

.

×