ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દમદાર અભિનય સાથે ફરી એકવાર બાબા નિરાલાના દરબારમાં ભીડ

બોબી દેઓલની બહુુચર્ચિત વેબસિરિઝ આશ્રમની ત્રીજી સીઝન, એક બદનામ આશ્રમ સ્ટ્રીમ કરવામાં આવી છે. દર વખતની જેમ આ વખતે પણ ચાહકો આ સિરીઝ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત આ શ્રેણીમાં બાબા નિરાલા ફરી એકવાર પાછા ફર્યા છે. આ વખતે આશ્રમની ત્રીજી સિરિઝમાં 10 થી વધુ એપિસોડ છે. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આશ્રમ 3 હવે MX પ્લેયર પર સ્ટ્રીમ કરાઇ છે. આ સીરીઝની ત્રીજી સીઝનને બનાવવા
10:34 AM Jun 03, 2022 IST | Vipul Pandya
બોબી દેઓલની બહુુચર્ચિત વેબસિરિઝ આશ્રમની ત્રીજી સીઝન, એક બદનામ આશ્રમ સ્ટ્રીમ કરવામાં આવી છે. દર વખતની જેમ આ વખતે પણ ચાહકો આ સિરીઝ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત આ શ્રેણીમાં બાબા નિરાલા ફરી એકવાર પાછા ફર્યા છે. આ વખતે આશ્રમની ત્રીજી સિરિઝમાં 10 થી વધુ એપિસોડ છે. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આશ્રમ 3 હવે MX પ્લેયર પર સ્ટ્રીમ કરાઇ છે. આ સીરીઝની ત્રીજી સીઝનને બનાવવા
બોબી દેઓલની બહુુચર્ચિત વેબસિરિઝ આશ્રમની ત્રીજી સીઝન, એક બદનામ આશ્રમ સ્ટ્રીમ કરવામાં આવી છે. દર વખતની જેમ આ વખતે પણ ચાહકો આ સિરીઝ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત આ શ્રેણીમાં બાબા નિરાલા ફરી એકવાર પાછા ફર્યા છે. આ વખતે આશ્રમની ત્રીજી સિરિઝમાં 10 થી વધુ એપિસોડ છે. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આશ્રમ 3 હવે MX પ્લેયર પર સ્ટ્રીમ કરાઇ છે. આ સીરીઝની ત્રીજી સીઝનને બનાવવામાં 2 વર્ષ લાગ્યા છે અને આ સીઝનનું નામ છે 'એક બદનામ આશ્રમ' સિરિઝનું નામ વાંચીને સમજાય છે કે સિરિઝ કેવી હશે. જો કે આ વખતે આ સિરિઝમાં બહુ મજેદાર પ્લોટ અને રોમાંચકતા કરતાં તમામ કલાકારોના શાનદાર અભિનયના કારણે તમને જોવી વધુ ગમશે. તેથી જો તમે આ વીકએન્ડમાં કોઇ સિરિઝ જોવાનું વિચારી કરી રહ્યાં હોય તો આ રહ્યો રિવ્યૂ.
આશ્રમ સીઝન 3 દિગ્દર્શક: પ્રકાશ ઝા
કલાકારો: બોબી દેઓલ, અદિતિ પોહનકર, ચંદન રોય સન્યાસ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોએન્કા, એશા ગુપ્તા, સચિન શ્રોફ, અધ્યાયન સુમન અને ત્રિધા ચૌધરી
સિરિઝની વાર્તા  
પાર્ટ 3માં પણઆ સિરિઝ પહેલી બંન્ને સિરિઝની જેમજ આશ્રમ-3 નિરાલા બાબા પર જ કેન્દ્રિત છે જે બાબાના રૂપમાં પોતાના આશ્રમમાં રાજકીય/ગુનાહિત સામ્રાજ્ય બનાવે છે. પાછલી સીઝન સાથેની કનેક્ટિવિટીથી શરૂ થાય છે જ્યાં બાબા પર તેની એક શિષ્ય પમ્મી (અદિતિ પોહનકર) સાથે જાતીય શોષણ કર્યા પછી પમ્મી તેની ચુંગાલમાંથી છટકી ગઈ હતી અને હવે બદલો લેવા માટે આશ્રમની બહાર આવી હતી. 
એક બદનામ આશ્રમ' રિવ્યૂ
આશ્રમ સિરિઝનો પ્લોટ દમદાર છે અને કદાચ એટલે જ તેને  આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ આ વખતે સિરીઝમાં પહેલા જેટલો રોમાંચ નથી. જો કે ક્યાંક ક્યાંક ડ્રામા વધી ગયેલો જોવાં મળે છે, સંગીત ક્યાંક  ખૂબ લાઉડ છે જો કે તમામ કલાકારોના પરફોર્મન્સ તમારું ગિલ જીતી લેશે.  જે કે આ પાર્ટમાં વધુ બોલ્ડ અને વલ્ગર સીન નથી, પરંતુ કેટલાક સીન એવા છે જે ગલીપચી ચોક્ક્સ કરાવશે. સિરીઝનો ટોન તમને 90ના ક્રાઈમ ડ્રામા જેવો અનુભવ કરાવશે. લાગે છે  આ વખતે પ્રકાશ ઝાએ મહિલાઓ માટે સારી ભૂમિકાઓ રાખી નથી. જ્યારે પ્રકાશ ઝા એવા દિગ્દર્શકોમાંથી એક છે જે હંમેશા મજબૂત સ્ત્રી પાત્રો માટે ચર્ચિત છે. પરંતુ આશ્રમમાં પુરૂષોની સરખામણીમાં મહિલાઓને ઓછી સ્ક્રીન મળી છે. એશા ગુપ્તા આ સિરિઝમાં એક આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બ્રાન્ડ કન્સલ્ટન્ટની ભૂમિકા ભજવે છે, તેણે આશ્રમમાં તે ડાન્સ સાથે એન્ટ્રી કરી રહી છે. 

દમદાર  અભિનય 
આખી સિરિઝમાં બોબી દેઓલે શાનદાર કામ કર્યું છે. તેમને બાબા નિરાલાના રૂપમાં જોઈને ચોક્કસ એવું લાગે છે કે તેમના સિવાય બીજું કોઈ આ પાત્ર આટલું સુંદર રીતે કરી શકે નહીં. નેગેટિવ રોલ હોવા છતાં દર્શકને તેને રોલ ઘણો પસંદ આવ્યો છે. બોબીને ચંદન રોય સાન્યાલનો પૂરો સપોર્ટ મળ્યો છે. ચંદને ભોપા સિંહનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. આ સાથે અનુપ્રિયા ગોએન્કા અને દર્શન કુમાર જેવા અન્ય સ્ટાર્સની પ્રતિભા પણ આ શોમાં જોવા મળી છે. ભલે બંનેને વધારે સ્ક્રીન સ્પેસ ન મળી હોય, પરંતુ બંનેએ ઓછી જગ્યામાં પણ પોતાની છાપ છોડી છે. ઈશાએ સોનિયાનું પાત્ર સારી રીતે ભજવ્યું હતું, પરંતુ શોમાં તેનો પણ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એકંદરે, આ સિરિઝને સ્માર્ટ શો બનાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંક તેમાં નિષ્ફળતા મળી કારણકે કારણ કે સિરિઝ એટલી દમદાર રીતે લખવામાં આવી નથી. તેને વાસ્તવિક દુનિયામાંથી લઈ જવાને બદલે લેખકે ઘણી નકલી બાબતો પીરસી છે. આ સિરિઝમાં રિયાલિટી જ તેની જાન છે આ વખતે તે ચોક્કસ મિસ થશે. કદાચ પ્રથમ અને બીજી સિઝન વાસ્તવિકતાને કારણે ખૂબ પસંદ કરવામાં આવી હતી.

આશ્રમ 4 નું ટીઝર શેર કર્યું 
બોબી દેઓલ અને એમએક્સ પ્લેયરે આશ્રમ 3 ના સ્ટ્રીમિંગ સાથે આશ્રમ 4 નું ટીઝર શેર કર્યું છે. કેપ્શન સાથે લખ્યું છે કે, બાબા અંતર્યામી છે, તેઓ તમારા મનની વાત જાણે છે, તેથી આશ્રમ 3ના એપિસોડની સાથે તેઓ આશ્રમ 4ની ઝલક પણ લઈને આવ્યા છે. ટીઝરની શરૂઆતમાં, બોબી દેઓલ નિરાલા બાબાના રૂપમાં જોવા મળી રહ્યો છે અને તેને ખુશ કરવામાં આવી રહ્યો છે. આ પછી તે કહે છે, ભગવાન છું હું, મેં તમારા વિચારોની ઉપર સ્વર્ગ બનાવ્યું છે, તમે ભગવાનની કેવી રીતે ધરપકડ કરી શકો છો. ટીઝરમાં પમ્મી પહેલવાનની આશ્રમ પરત જતી બતાવવામાં આવી છે. સાથે જ તે દુલ્હન તરીકે પણ જોવા મળી રહી છે.

Tags :
GujaratFirst
Next Article