રાજકોટ મનપાના GIS સર્વર પર સાયબર હુમલો! 400 GB ડેટા ચોરીની આશંકા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના GIS સર્વર પર થયેલા સાયબર હુમલાએ શહેરની ડિજિટલ સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઉભી કરી છે, કારણ કે 10 કરોડ રૂપિયાના સાયબર સિક્યુરિટી ખર્ચ છતાં આ હુમલો રોકી શકાયો નથી.
Advertisement
Rajkot : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના GIS સર્વર પર થયેલા સાયબર હુમલાએ શહેરની ડિજિટલ સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઉભી કરી છે, કારણ કે 10 કરોડ રૂપિયાના સાયબર સિક્યુરિટી ખર્ચ છતાં આ હુમલો રોકી શકાયો નથી. આ હુમલામાં લગભગ 400 GB જિયોગ્રાફિકલ ડેટા, જેમાં મનપા સંચાલિત શાળાઓ, પુલો અને અન્ય મહત્વની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતીનો સમાવેશ થાય છે, તે ચોરાઈ ગયો હોવાની શંકા છે. આ ઘટનાને પગલે GIS સર્વરને જાહેર ઉપયોગ માટે હાલ બંધ કરવામાં આવ્યું છે. આ હુમલો રાજપથ કંપનીના ડેટા સાથે જોડાયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના કારણે સ્થાનિક વહીવટ અને સાયબર સુરક્ષા નિષ્ણાતો તપાસમાં વ્યસ્ત છે.
Advertisement