Cyclone Biparjoy ની સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં થશે અસર : Ambalal Patel
ગુજરાતમાં Cyclone Biparjoy ની અસર વર્તાવાનું શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન હવે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બંનેને રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથ હવામાન નિષ્ણાંત...
Advertisement
ગુજરાતમાં Cyclone Biparjoy ની અસર વર્તાવાનું શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન હવે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બંનેને રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતાં કહ્યું છે કે, 15 જૂન સુધી વાવાઝોડાની અસર રહેશે. આ સાથે 16 જૂનથી 20 જૂન સુધી રાજ્યમાં વરસાદ રહેશે તેવી આગાહી કરી છે. Cyclone Biparjoy ને લઈ સતત નવી અપડેટ સામે આવી રહી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડું અત્યંત પ્રચંડ ચક્રવાતમાં ફેરવાઈ ચૂક્યું છે. બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, અરબ સમુદ્રમાં વાવાઝોડું થોડું નબળું થયું છે જોકે 15 જૂન સુધી વાવાઝોડાની અસર રહેશે