Dahod Crime : Dahod માં ઈરાની ગેંગનો આતંક!
કુખ્યાત ગેંગ જેના વિરુદ્ધ ગુજરાત જ નહીં દેશના અનેક રાજ્યોમાં ગુના નોંધાયેલા હતા..એ ગેંગ દાહોદમાં તરખાટ મચાવવાની તૈયારીમાં હતી. જો કે, કોઈ ગુનાને અંજામ અપાય તે પહેલા તેના બે સાગિરતોને પકડવામાં પોલીસને મળી છે સફળતા..
Advertisement
દાહોદ પોલીસની શરણમાં મિંદડી બનીને બેસેલા આ બન્ને શખ્સને અત્યારે જોઈ તમને શાંત લાગશે..પરંતુ, તેમના કારનામા સાંભળશો તો વિચાર કરતા રહી જશો. દાહોદમાં એક વ્યક્તિ બાઈક પર જઈ રહ્યા હતા. એ સમયે અન્ય બાઈક પર આવેલા બે શખ્સોએ તેમને રોકી લીધા..આટલું બધુ સોનું પહેરી તમે ક્યાં જાઓ છો તેમ કહી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ફરિયાદીએ પ્રતિકાર કરતા બન્ને શખ્સ ભાગી ગયા હતા..પરંતુ, આ બાબતે તેમણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પોલીસે બે શખ્સને ઝડપી લીધા છે.
Advertisement