Dahod : આદિવાસી સંસ્કૃતિની જીવંત ઓળખ છે આ પરંપરા!
Dahod Tribal Funeral Traditions : મધ્યપ્રદેશના ગામડાઓ સાથે જોડાયેલી અને ગુજરાતના દાહોદ, ગરબાડા અને ધાનપુર વિસ્તારના આદિવાસી સમાજમાં આજે પણ જૂનવાણી પરંપરા અડગ રીતે જીવંત છે, જેમાં સ્વજનોના દેહાંત બાદ તેમના અસ્થિઓને તાત્કાલિક વિસર્જિત કરવાને બદલે આખું વર્ષ સન્માનપૂર્વક સાચવી રાખવામાં આવે છે.
Advertisement
Dahod Tribal Funeral Traditions : મધ્યપ્રદેશના ગામડાઓ સાથે જોડાયેલી અને ગુજરાતના દાહોદ, ગરબાડા અને ધાનપુર વિસ્તારના આદિવાસી સમાજમાં આજે પણ જૂનવાણી પરંપરા અડગ રીતે જીવંત છે, જેમાં સ્વજનોના દેહાંત બાદ તેમના અસ્થિઓને તાત્કાલિક વિસર્જિત કરવાને બદલે આખું વર્ષ સન્માનપૂર્વક સાચવી રાખવામાં આવે છે. હોળીની પ્રથમ અગિયારસ, જે આમલી અગિયારસ તરીકે ઓળખાય છે, તે દિવસે આ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરવામાં આવે છે. આ વિધિ માટે આદિવાસી પરિવારો પાંદડી ગામના પવિત્ર ભીમકુંડમાં ભેગા થાય છે, જ્યાં ધાર્મિક આસ્થા અને સામૂહિક ભાવનાનો અનોખો સંગમ જોવા મળે છે. પેઢીદર પેઢીથી ચાલી આવતી આ પરંપરા માત્ર અંતિમ સંસ્કારની રીત નથી, પરંતુ કુટુંબ, સમાજ અને પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધની ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે.
Advertisement


