Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દવે પરીવારે પ્રથમવાર દેહદાન કર્યું, 92 વર્ષના વૃદ્ધના દેહને દાહોદ મેડિકલ કોલેજને સોપાયો

ભરૂચ (Bharuch)  સંકલ્પ ફાઉન્ડેશન(Sankalp Foundation), જૈન સોશિયલ(Jain Social), નહાર આઈ બેંકનો સોમવારે રાહડપોરના રહેવાસી દિનકર રાય દયાશંકર દવે નું 92 વર્ષની વયે નિધન થતાં તેમના પુત્ર રાજેશભાઈ (Rajeshbhai)એ સંપર્ક કર્યો હતો. પુત્ર અને પરિવારે ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશનના સભ્યો સંજય તલાટી, ગિરીશ પટેલ ,ગૌતમ મહેતા દ્વારા ચક્ષુદાન મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી ચક્ષુઓને જયાબેન મોદી હ
દવે પરીવારે પ્રથમવાર દેહદાન કર્યું  92 વર્ષના વૃદ્ધના દેહને દાહોદ મેડિકલ કોલેજને સોપાયો
Advertisement
ભરૂચ (Bharuch)  સંકલ્પ ફાઉન્ડેશન(Sankalp Foundation), જૈન સોશિયલ(Jain Social), નહાર આઈ બેંકનો સોમવારે રાહડપોરના રહેવાસી દિનકર રાય દયાશંકર દવે નું 92 વર્ષની વયે નિધન થતાં તેમના પુત્ર રાજેશભાઈ (Rajeshbhai)એ સંપર્ક કર્યો હતો. પુત્ર અને પરિવારે ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશનના સભ્યો સંજય તલાટી, ગિરીશ પટેલ ,ગૌતમ મહેતા દ્વારા ચક્ષુદાન મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી ચક્ષુઓને જયાબેન મોદી હોસ્પિટલ(Jayaben Modi Hospital) સ્થિત આઈ બેંકમાં મોકલી અપાયા હતા.
એમ્બ્યુલન્સ દ્વારા દેહને દાહોદ મોકલાયો 
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સભ્યો સંજય તલાટી, ગિરીશ પટેલ,ગૌતમ મહેતા દ્વારા ચક્ષુદાન મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી ચક્ષુઓને જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત આઈ બેંકમાં મોકલવાની તજવીજ હાથ ધરી અને ત્યારબાદ દેહદાન માટે દાહોદ સ્થિત ઝાયડસ મેડિકલ કોલેજનો સંપર્ક કરી તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા દેહને દાહોદ મોકલાયો હતો.

ભરૂચની સંસ્થાને પાંચ દેહનું ચક્ષુ દાન મળ્યું 
ત્યારે ભરૂચની કોલેજના ડિન ડો. C.B.Tripathi દ્વારા મંગળવારે સવારે 4 કલાકે હાજર રહી ખુબ મદદરૂપ બન્યા હતા. અત્યાર સુધી ભરૂચની સંસ્થાને 1002 ચક્ષુ અને પાંચ દેહનું દાન મળ્યું છે.ભરૂચ શહેર જિલ્લા દ્વારા કરવામાં આવતા  દેહદાનને સ્વીકારવાની હર હંમેશ તૈયારી દર્શાવી હતી...
Tags :
Advertisement

.

×