મહિલાઓનો પણ ટી-20 વર્લ્ડ કપ યોજાશે, ICCએ જાહેર કરી તારીખ
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે
જણાવ્યું હતું કે ક્રિકેટની વૈશ્વિક ટૂર્નામેન્ટમાં મહિલા અને પુરુષોની ઈનામી રકમ
વચ્ચેના અંતરને દૂર કરવા માટે ચર્ચા ચાલી રહી છે. રમતગમતની સર્વોચ્ચ સંસ્થા 2024 થી 2031 સુધી શરૂ થતા આગામી આઠ વર્ષના ચક્રમાં તેની પુરૂષ અને મહિલા
ટુર્નામેન્ટમાં સમાન સ્થાન ધરાવતી ટીમો માટે ઈનામની રકમમાં સમાનતા લાવવાની યોજના
ધરાવે છે. ન્યૂઝીલેન્ડમાં ચાલી રહેલા મહિલા વિશ્વ કપના વિજેતાને 2019ના પુરૂષ વિશ્વ કપ વિજેતાઓ દ્વારા
જીતવામાં આવેલી ઈનામની રકમનો માત્ર એક તૃતીયાંશ ભાગ મળશે તેવું કહેવામાં આવ્યું તે
પછી એલાર્ડિસનું નિવેદન આવ્યું. આ ઉપરાંત જાન્યુઆરી 2023માં પહેલીવાર અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવાનો પણ નિર્ણય
લેવામાં આવ્યો છે. ICCએ વર્તમાન મહિલા ODI વર્લ્ડ કપની ઈનામી રકમ બમણી કરીને $1.32 મિલિયન (લગભગ 10 કરોડ રૂપિયા) કરી દીધી છે. તેમ છતાં તે 2019 મેન્સ ODI વર્લ્ડ કપમાં આપવામાં આવેલી રકમ કરતાં $6.5 મિલિયન ઓછી છે જે ઈંગ્લેન્ડ દ્વારા જીતવામાં આવી હતી. ICC અધિકારીએ કહ્યું કે 2029માં મહિલા વન-ડે વર્લ્ડ કપને 8 થી 10 ટીમો સુધી વિસ્તરણ કરવામાં આવશે.