Deesa ColdStorage Collapse : મિની વાવાઝોડાએ મચાવી તબાહી,અનેક ગામોમાં પતરા ઉડયા, જુઓ VIDEO
Deesa ColdStorage Collapse : ડીસામાં મોડી રાત્રે ત્રાટકેલા મિની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફતને પગલે ડીસામાં આવેલ એક કોલ્ડ સ્ટોરેજનો વિશાળ શેડ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો.
Advertisement
Deesa ColdStorage Collapse : ડીસામાં મોડી રાત્રે ત્રાટકેલા મિની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફતને પગલે ડીસામાં આવેલ એક કોલ્ડ સ્ટોરેજનો વિશાળ શેડ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો. વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે શેડના મોટાભાગના લોખંડી પતરા દૂર સુધી ઉડીને ખેતરોમાં ફંગોળાયા હતા, જેને કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં કોલ્ડ સ્ટોરેજ માલિકને અંદાજે 30 લાખ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું છે. આસપાસના અનેક ગામોમાં પણ પતરા ઉડવાની ઘટનાઓ બની છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નુકસાનનો તાગ મેળવવા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વધુ માહિતી જાણવા જુઓ વીડિયો..
Advertisement


