Deesa : ફટાકડા ગોડાઉનમાં વિસ્ફોટ, જવાબદારી કોની?
Deesa : બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક ભયાનક દુર્ઘટના સામે આવી છે, જ્યાં ઢુંવા રોડ પર સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી.
02:43 PM Apr 01, 2025 IST
|
Hardik Shah
Deesa : બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક ભયાનક દુર્ઘટના સામે આવી છે, જ્યાં ઢુંવા રોડ પર સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાએ આખા વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આગનું કારણ પાણી ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાતું બોઇલર ફાટવું હોવાનું મનાય છે, જેના પગલે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આ દુર્ઘટનામાં અનેક શ્રમિકોના જીવ ગુમાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાંથી અત્યાર સુધી 5થી 7 લોકોના મોતની આશંકા છે.
Next Article