મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો, CCTV, સિક્યોરિટી બેરિયર તોડી પાડ્યા
દિલ્હીના
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. ડેપ્યુટી સીએમ
મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે કેટલાક અસામાજિક તત્વોએ મુખ્યમંત્રી કેજરીવાલના ઘર પર હુમલો કરી
સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી બેરિયરને તોડી નાખ્યા છે. આ ઉપરાંત ગેટ પરના બૂમ
બેરિયર્સ પણ તોડી નાખવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે, ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલના ઘર
પર તોડફોડ કરી છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે ભાજપની પોલીસ તેમને રોકવાને બદલે
તેમને દરવાજા સુધી લઈને આવી.
बीजेपी के गुंडे CM @ArvindKejriwal जी के घर पर तोड़फोड़ करते रहे. बीजेपी की पुलिस उन्हें रोकने की जगह उन्हें घर के दरवाज़े तक लेकर आई. https://t.co/oSFc2kWaDC — Manish Sisodia (@msisodia) March 30, 2022 " title="" target="">javascript:nicTemp();
દિલ્હી નોર્થ ડીસીપીએ કહ્યું કે, ભાજપ યુવા મોરચાનું વિરોધ પ્રદર્શન ચાલી
રહ્યું હતું. જેમાં વિરોધીઓએ હંગામો મચાવ્યો હતો. સીસીટીવી પર પણ
હુમલો કરવામાં આવ્યો હતો. સીએમ આવાસની બહાર કલર પણ ફેંકવામાં આવ્યો હતો. અમે 50 લોકોની અટકાયત કરી
છે. ટોળાને વિખેરી દેવાયું છે. હાલમાં સંપૂર્ણ શાંતિનો માહોલ છે.
ભાજપ કેજરીવાલને મારવા માંગે છેઃ સિસોદિયા
મનીષ સિસોદિયાએ કહ્યું, ભાજપ અરવિંદ
કેજરીવાલને મારવા માંગે છે. અરવિંદ કેજરીવાલ પર એક સુવિચારીત ષડયંત્ર હેઠળ હુમલો
કરવામાં આવ્યો છે અને તેઓ ચૂંટણીમાં હરાવી શક્યા નથી તેથી હવે તેઓ તેને આ રીતે ખતમ
કરવા માંગે છે.
તેજસ્વી સૂર્યાએ કહ્યું- કેજરીવાલે માફી માંગવી જોઈએ
ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ કહ્યું કે, કેજરીવાલે દેશના હિંદુઓનું અપમાન કરવા બદલ માફી માંગવી પડશે અને
જ્યાં સુધી તે માફી નહીં માંગે. યુવા મોરચા તેમને છોડશે નહીં. દેશના હિંદુઓનું
અપમાન કરનારા કેજરીવાલ આજે આપણને કાશ્મીરી હિંદુઓની નરસંહાર કરનારા અસામાજિક તત્વો
અને આતંકવાદીઓ વહાલા જોવા મળે છે.


