Delhi ના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાનો કેસ, આરોપી રાજેશ સાકરિયાના એક મિત્રની પોલીસે કરી અટકાયત
Delhi CM Rekha Gupta : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાના કેસમાં નવી કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપી રાજેશ સાકરિયાના એક મિત્રને પોલીસે ઝડપી લીધો છે.
12:32 PM Aug 22, 2025 IST
|
Hardik Shah
- Delhi ના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાનો કેસ
- આરોપી રાજેશ સાકરિયાના એક મિત્રની કરી અટકાયત
- આરોપી રાજેશને પૈસા મોકલનારા શખ્સને ઝડપ્યો
- Rajkot માંથી દિલ્હી પોલીસની ટીમે કરી અટકાયત
Delhi CM Rekha Gupta : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાના કેસમાં નવી કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપી રાજેશ સાકરિયાના એક મિત્રને પોલીસે ઝડપી લીધો છે. પ્રાથમિક માહિતી મુજબ, રાજેશને પૈસા મોકલનારા એક શખ્સની ઓળખ થઈ ગઇ છે, ત્યારબાદ દિલ્હીની પોલીસ ટીમે રાજકોટમાં છાપો મારી આ વ્યક્તિને કાબૂમાં લીધો. હાલ આ શખ્સને દિલ્હી લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની પૂછપરછ ચાલુ છે. સુરક્ષા એજન્સીઓ માની રહી છે કે આ અટકાયતથી હુમલા પાછળની ફંડિંગ અને સુંયોજિત કાવતરાનું ભેદ ખુલવાની શક્યતા છે.
આ પણ વાંચો : Visavadar MLA : વાયરલ ફોટો મુદ્દે Gopal Italia નો ખુલાસો
Next Article