Delhi : ભારત મંડપમમાં આજથી 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ'ની શરૂઆત
- Delhi : આજથી 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ'ની શરૂઆત
- Delhi ના Bharat Mandapam માં 12 જાન્યુઆરી સુધી ચાલશે કાર્યક્રમ
- Minister Mansukhbhai Mandaviya અને NSA Ajit Doval કરશે ઉદ્ધાટન
- PM Narendra Modi 12 જાન્યુઆરીએ લીડર સાથે કરશે સંવાદ
- આ સંમેલનમાં ખેલ અને ઉદ્યોગ જગતની અનેક હસ્તિઓ જોડાશે
Delhi : નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે આજથી 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ'નો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. આ ત્રિદિવસીય કાર્યક્રમ 12 જાન્યુઆરી સુધી ચાલશે, જેનું વિધિવત ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના હસ્તે કરવામાં આવશે.
આ સંમેલનમાં ખેલ અને ઉદ્યોગ જગતની અનેક હસ્તિઓ જોડાશે
આ સંમેલનમાં રમતગમત અને ઉદ્યોગ જગતની અનેક દિગ્ગજ હસ્તીઓ ઉપસ્થિત રહી યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરશે. કાર્યક્રમના અંતિમ દિવસે, 12 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદી ખાસ હાજરી આપશે અને દેશના ભાવિ યુવા નેતાઓ સાથે સીધો સંવાદ કરી 'વિકસિત ભારત'ના વિઝન પર ચર્ચા કરશે. યુવાઓના સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને વેગ આપવા માટે આ મંચ અત્યંત પ્રભાવશાળી સાબિત થશે.
આ પણ વાંચો : દિલ્હીમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા Box Parking લાગુ, જાણો શું છે ખાસ


