ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોરોનાથી થયેલા મોતમાં 97 % દર્દી ઓમિક્રોનથી સંક્રમિત હતા, થયો મોટો ઘટસ્ફોટ

ભારતમાં કોરોના રોગચાળો ફરી એકવાર દસ્તક આપી રહ્યો છે, સરકારી આંકડા તેને લઈને ચિંતાજનક બન્યા છે. બુધવારે દેશમાં 2000 કોરોના કેસ નોંધાયા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મિઝોરમ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ કોરોનાના નવા કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. કોરોના કેસોમાં વધારો થતા બુધવારે દિલ્હીમાં કેજરીવાલ સરકારે જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત કરી દીધું છે. જાન્યુઆરી અને માર્ચ વચ્ચે દિલ્હીમાં કોવિàª
01:24 PM Apr 20, 2022 IST | Vipul Pandya
ભારતમાં કોરોના રોગચાળો ફરી એકવાર દસ્તક આપી રહ્યો છે, સરકારી આંકડા તેને લઈને ચિંતાજનક બન્યા છે. બુધવારે દેશમાં 2000 કોરોના કેસ નોંધાયા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મિઝોરમ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ કોરોનાના નવા કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. કોરોના કેસોમાં વધારો થતા બુધવારે દિલ્હીમાં કેજરીવાલ સરકારે જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત કરી દીધું છે. જાન્યુઆરી અને માર્ચ વચ્ચે દિલ્હીમાં કોવિàª

ભારતમાં કોરોના રોગચાળો ફરી એકવાર દસ્તક આપી રહ્યો છે, સરકારી આંકડા તેને લઈને ચિંતાજનક બન્યા છે. બુધવારે દેશમાં 2000 કોરોના કેસ નોંધાયા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મિઝોરમ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ કોરોનાના નવા કેસ ખૂબ જ ઝડપથી વધી
રહ્યા છે. કોરોના કેસોમાં વધારો થતા બુધવારે દિલ્હીમાં કેજરીવાલ સરકારે જાહેર
સ્થળોએ માસ્ક ફરજિયાત કરી દીધું છે. જાન્યુઆરી અને માર્ચ વચ્ચે
દિલ્હીમાં કોવિડથી મૃત્યુ પામેલા
લોકોના
97 ટકા નમૂનાઓમાં કોરોના વાયરસનો
ઓમિક્રોન પ્રકાર હતો. સરકારી આંકડાઓ અનુસાર આ માહિતી આપવામાં આવી છે. તેમાં
કહેવામાં આવ્યું છે કે મૃતકોમાંથી એકત્ર કરાયેલા
578 નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ દર્શાવે છે કે તેમાંથી 560 ઓમિક્રોન વેરિઅન્ટ ધરાવે છે. જ્યારે બાકીના 18માં કોવિડ-19ના અન્ય વેરિએન્ટ હતા. જેમાં ડેલ્ટાનો
સમાવેશ થાય છે
.


કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં
કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાં ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. અગાઉ એવું પણ
કહેવામાં આવ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ ઘાતક નથી. બીજી લહેર દરમિયાન

21,839 બેડમાંથી 6 મે સુધીમાં 20,117  બેડ ભરાઈ ગયા હતા. દિલ્હીમાં ફરી એકવાર ચેપનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.


દેશમાં કોરોના વાયરસના સંભવિત ચોથી લહેરનો ભય વધી ગયો છે. ભારતમાં
દૈનિક કેસોમાં
90 ટકાના ઉછાળાને પગલે આરોગ્ય મંત્રાલયે મંગળવારે ત્રણ રાજ્યો
અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને ભીડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા પર વિશેષ ભાર
સાથે કોવિડ-પ્રેક્ટિસનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી ઉપરાંત ઉત્તર
પ્રદેશ
, હરિયાણા અને ચંદીગઢમાં પણ ફેસ માસ્ક ફરજીયાત
કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશની યોગી સરકારે સોમવારે જાહેરાત કરી કે તે રાજ્યની
રાજધાની લખનૌ સહિત રાજ્યના સાત શહેરોમાં ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવશે. આ
સિવાય યુપી સરકારે ગૌતમ બુદ્ધ નગર
, ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, બુલંદશહર, બાગપત અને લખનૌમાં જાહેર સ્થળોએ
માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે. હવે કોરોનાને લઈને માત્ર દિલ્હીથી જ નહીં પરંતુ
આસપાસના વિસ્તારોમાંથી પણ ભયાનક આંકડાઓ સામે આવવા લાગ્યા છે. દિલ્હી
NCRના ડેટા દર્શાવે છે કે આ સમયે કોરોનાએ બાળકોથી લઈને વડીલો સુધી બધાને
પોતાની ઝપેટમાં લીધા છે. દિલ્હીમાં છેલ્લા
24 કલાક દરમિયાન સતત બીજા દિવસે પાંચસોથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે
નોઈડા અને ગાઝિયાબાદના આંકડા પણ ચિંતાનું કારણ છે.

Tags :
CoronaUpdatesCoronaVirusDelhiGujaratFirstOmicron
Next Article