દિલ્હીમાં વાહન ચાલકોએ ઈંધણ માટે આપવું પડશે પ્રમાણપત્ર, આ તારીખથી લાગુ થશે નિયમ, જાણો
દિલ્હીમાં (Delhi) પોતાનું વાહન ચલાવતા લોકો PUC વિના પેટ્રોલ-ડિઝલ ખરીદી શકશે નહી. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે શનિવારે જણાવ્યું હતું કે, વાહનોના પ્રદૂષણને રોકવા માટે સરકારે 25 ઓક્ટોબરથી રાષ્ટ્રીય રાજધાનીના પેટ્રોલપંપ પર PUC (પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ) વિના પેટ્રોલ-ડિઝલ વિતરણ કરવામાં આવશે નહી.વધતા પ્રદુષણને લીધે લેવાયો નિર્ણયમંત્રીએ કહ્યું કે પર્યાવરણ, વાહનવ્યવહાર અને ટ્રાàª
10:35 AM Oct 01, 2022 IST
|
Vipul Pandya
દિલ્હીમાં (Delhi) પોતાનું વાહન ચલાવતા લોકો PUC વિના પેટ્રોલ-ડિઝલ ખરીદી શકશે નહી. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે શનિવારે જણાવ્યું હતું કે, વાહનોના પ્રદૂષણને રોકવા માટે સરકારે 25 ઓક્ટોબરથી રાષ્ટ્રીય રાજધાનીના પેટ્રોલપંપ પર PUC (પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ) વિના પેટ્રોલ-ડિઝલ વિતરણ કરવામાં આવશે નહી.
વધતા પ્રદુષણને લીધે લેવાયો નિર્ણય
મંત્રીએ કહ્યું કે પર્યાવરણ, વાહનવ્યવહાર અને ટ્રાફિક વિભાગના અધિકારીઓની 29 સપ્ટેમ્બરના રોજ એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં કામ કરવાની પદ્ધતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 25 ઓક્ટોબરથી આ યોજનાને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હીમાં વધતા પ્રદૂષણ માટે વાહનો એક મુખ્ય કારણ છે. જેને ઘટાડવું જરૂરી છે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 25 ઓક્ટોબરથી પેટ્રોલપંપ પર PUC વિના પેટ્રોલ-ડિઝલ નહી આપવામાં આવે.
તેમણે તેમ પણ કહ્યું કે, દિલ્હી સરકાર પ્રદુષણનો સામનો કરવા અને સુધારેલા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના અસરકારક અને ગંભીર અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે 3 ઓક્ટોબરે વોર રૂમ શરૂ કરશે. 6 ઓક્ટોબરથી દિલ્હીમાં ધૂળ સામે ઝુંબેશ પણ શરૂ કરવામાં આવશે, જ્યાં ધૂળના પ્રદૂષણને ચકાસવા માટે બાંધકામ સ્થળો પર સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે.
લોકોનો મત લેવાશે, દિલ્હીમાં કુલ 966 PUC સેન્ટર
દિલ્હી સરકાર પ્રમાણે એક ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ હેઠળ વાહન માલિકોને PUC સાથે જ રાખવું પડશે. આ નિયમ લાગૂ કરતા પહેલા નાગરિકોનો મત પણ લેવામાં આવશે અને આ નિયમના ભંગ બદલ દંડની જોગવાઈ પણ ભરવો પડી શકે છે. દિલ્હી સરકારે વધતા પ્રદુષણના સ્તરને ધ્યાનમાં રાખીને આ નીતિ લાવી છે. જે લાગૂ થવાથી સમયાંતરે દરેક વાહનોના પ્રદુષણ સ્તરની તપાસ કરવામાં આવશે. દિલ્હીમાં PUC સર્ટિફિકેટ માટે કુલ 966 સેન્ટર છે.
Next Article