ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતમાં ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાના મુદ્દે દિલ્હીના Dy.Cmનો કટાક્ષ

રાજય સરકારે રાજયની શાળાઓમાં ધોરણ 6થી 12ના ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે અને આ મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે. દિલ્હીના ડે.સીએમ મનિષ સિસોદીયાએ  કટાક્ષ કરીને આ નિર્ણયને આવકાર્યો છે તથા એવું નિવેદન આપ્યું છે કે તેમના કર્મ રાવણની જેમ છે અને ગીતાની વાત કરે છે. તેમણે કહ્યું હતું કે ગીતાનો જીવનમાં અમલ પણ કરવો જોઇએસરકારે ગુરુવારે ગીતાને અભ્યાસક્રમમાં લાવવાની જા
03:07 PM Mar 18, 2022 IST | Vipul Pandya
રાજય સરકારે રાજયની શાળાઓમાં ધોરણ 6થી 12ના ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે અને આ મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે. દિલ્હીના ડે.સીએમ મનિષ સિસોદીયાએ  કટાક્ષ કરીને આ નિર્ણયને આવકાર્યો છે તથા એવું નિવેદન આપ્યું છે કે તેમના કર્મ રાવણની જેમ છે અને ગીતાની વાત કરે છે. તેમણે કહ્યું હતું કે ગીતાનો જીવનમાં અમલ પણ કરવો જોઇએસરકારે ગુરુવારે ગીતાને અભ્યાસક્રમમાં લાવવાની જા
રાજય સરકારે રાજયની શાળાઓમાં ધોરણ 6થી 12ના ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે અને આ મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે. દિલ્હીના ડે.સીએમ મનિષ સિસોદીયાએ  કટાક્ષ કરીને આ નિર્ણયને આવકાર્યો છે તથા એવું નિવેદન આપ્યું છે કે તેમના કર્મ રાવણની જેમ છે અને ગીતાની વાત કરે છે. તેમણે કહ્યું હતું કે ગીતાનો જીવનમાં અમલ પણ કરવો જોઇએ

સરકારે ગુરુવારે ગીતાને અભ્યાસક્રમમાં લાવવાની જાહેરાત કરી હતી 
ગુજરાત સરકારે નવા શૈક્ષણિક વર્ષ 2022-23થી સમગ્ર રાજયમાં ધોરણ 6થી 12માં ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી. ગુરુવારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હવે રાજયમાં તમામ શાળાઓમાં 'શ્રીમદ્દ ભગવદ ગીતા'ના સિધ્ધાંતો અને પરિચય ભણાવવામાં આવશે તથા ભારતીય સંસ્કૃતિથી વિદ્યાર્થી પરિચિત થાય એવા પ્રયત્ન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે શાળાઓમાં શ્લોક ગાન, નાટય, ચિત્ર સહિતની પ્રવૃતિઓ પણ કરાવવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે હવે ધોરણ 6 થી 8 માં પરિચય અને સર્વાંગી વિકાસનો અભ્યાસ કરાવાશે , જયારે ધોરણ 9 થી 12 માં વાર્તા અને પઠન ના સ્વરૂપ માં અભ્યાસ કરાવાશે. શિક્ષણ મંત્રીએ બાળ અવસ્થાથી જ ભગવદ ગીતા અભ્યાસ માં આવે તો બાળકનો વિકાસ થશે તેમ જણાવ્યું હતું.
 
'જે લોકો એલાન કરે છે તેમણે ગીતાના મુલ્યોનું પાલન કરવું જોઇએ'
હવે આ મુદ્દા પર રાજકારણ ગરમાયુ છે જેમાં દિલ્હીના ઉપ મુખ્યમંત્રી અને આપના નેતા મનિષ સિસોદીયાએ નિવેદન આપ્યું છે કે આ નિર્ણય મહાન છે પણ જે લોકો તેનું એલાન કરે છે , પહેલાં તેમણે ગીતાના મુલ્યોનું પાલન કરવું જોઇએ તેમના કર્મ રાવણની જેમ છે અને તેઓ ગીતાના મુદ્દે વાત કરે છે. મનિષ સિસોદીયાના આ નિર્ણયથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ભાજપના નેતાઓએ તેની પર પ્રતિક્રિયાપણ આપી હતી. 
Tags :
geetaGujaratFirstManishSisodiya
Next Article