ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નવરાત્રિમાં નવ દિવસ ‘માંસની દુકાનો’ બંધ કરાવવા મેયરે અધિકારીઓને આપ્યો આદેશ

દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (SDMC) એ સોમવારે સંબંધિત અધિકારીઓને 2 એપ્રિલથી 11 એપ્રિલ સુધી ઉજવવામાં આવતા નવરાત્રિ ઉત્સવના નવ દિવસના સમયગાળા દરમિયાન માંસની દુકાનો બંધ કરવાની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. દક્ષિણ નિગમના મેયર મુકેશ સુર્યને નવરાત્રી દરમિયાન મંદિર અને તેની આસપાસની માંસની દુકાનો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. તેમણે કહ્યું કે કોલોનીઓમાં ચાલતી માંસની દુકાનો
02:01 PM Apr 04, 2022 IST | Vipul Pandya
દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (SDMC) એ સોમવારે સંબંધિત અધિકારીઓને 2 એપ્રિલથી 11 એપ્રિલ સુધી ઉજવવામાં આવતા નવરાત્રિ ઉત્સવના નવ દિવસના સમયગાળા દરમિયાન માંસની દુકાનો બંધ કરવાની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. દક્ષિણ નિગમના મેયર મુકેશ સુર્યને નવરાત્રી દરમિયાન મંદિર અને તેની આસપાસની માંસની દુકાનો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. તેમણે કહ્યું કે કોલોનીઓમાં ચાલતી માંસની દુકાનો

દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (SDMC) એ સોમવારે સંબંધિત અધિકારીઓને 2 એપ્રિલથી 11 એપ્રિલ સુધી ઉજવવામાં આવતા નવરાત્રિ ઉત્સવના નવ દિવસના સમયગાળા
દરમિયાન માંસની દુકાનો બંધ કરવાની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
દક્ષિણ નિગમના મેયર મુકેશ સુર્યને નવરાત્રી દરમિયાન મંદિર અને તેની
આસપાસન
માંસની દુકાનો બંધ રાખવાનો આદેશ જારી
કર્યો છે. તેમણે કહ્યું કે કોલોનીઓમાં ચાલતી માંસની દુકાનો પણ બંધ રાખવી જોઈએ.

આ સંદર્ભમાં મેયરે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને
એક પત્ર લખ્યો છે
, જેમાં તેને 2 એપ્રિલ, 2022 થી 11 એપ્રિલ, 2022 સુધી માંસની દુકાનો બંધ રાખવા માટે
કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે નવરાત્રી દરમિયાન લોકો તેમના પરિવાર સાથે
મંદિરોમાં પ્રાર્થના કરવા જાય છે. 

નવરાત્રો દરમિયાન ભક્તો ડુંગળી અને લસણનો ઉપયોગ
પણ કરતા નથી
, પરંતુ મંદિરની નજીકની શેરીઓમાં માંસની
દુકાનો ખુલ્લી હોવાની માહિતી મળી હતી. માંસાહારની દુર્ગંધ ઉપવાસ કરનારાઓને મંદિરે
જતી-જતી વખતે પરેશાન કરે છે. આટલું જ નહીં
, માંસનો ધંધો કરતા દુકાનદારો માંસના કચરાના ટુકડા રોડ પર જ ફેંકી દે
છે
, જેના કારણે કૂતરાઓ પણ ત્યાં ભેગા થાય
છે
, તેથી નવરાત્રિ ચાલે ત્યાં સુધી માંસની
દુકાનો બંધ રાખવી જોઈએ.

Tags :
closemeatshopsDelhGujaratFirstNavratriSDMC
Next Article