ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતના તેજસ ફાઇટર જેટની દુનિયામાં ડિમાન્ડ વધી, આ દેશ પણ ખરીદવા ઈચ્છે છે

ફાઇટર એરક્રાફ્ટ તેજસની ખાસિયતોને કારણે વિશ્વના વ્યૂહાત્મક બજારમાં તેની માંગ  વધી રહી છે. તેના અન્ય દેશોના સમકક્ષ વિમાનો મોંઘા અને હલકી ગુણવત્તાવાળા હોવાનું કહેવાય છે, જેના કારણે તેજસ ધીમે ધીમે દુનિયાભરના આકાશમાં ગર્જના કરવા તૈયાર થઈ રહ્યો છે. મલેશિયા અને કોલંબિયા, લેટિન અમેરિકા બાદ આર્જેન્ટિનાએ તેજસને ખરીદવામાં રસ દાખવ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાતની પુષ્ટિ કરી છે.વાà
05:57 PM Aug 27, 2022 IST | Vipul Pandya
ફાઇટર એરક્રાફ્ટ તેજસની ખાસિયતોને કારણે વિશ્વના વ્યૂહાત્મક બજારમાં તેની માંગ  વધી રહી છે. તેના અન્ય દેશોના સમકક્ષ વિમાનો મોંઘા અને હલકી ગુણવત્તાવાળા હોવાનું કહેવાય છે, જેના કારણે તેજસ ધીમે ધીમે દુનિયાભરના આકાશમાં ગર્જના કરવા તૈયાર થઈ રહ્યો છે. મલેશિયા અને કોલંબિયા, લેટિન અમેરિકા બાદ આર્જેન્ટિનાએ તેજસને ખરીદવામાં રસ દાખવ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાતની પુષ્ટિ કરી છે.વાà

ફાઇટર એરક્રાફ્ટ તેજસની ખાસિયતોને કારણે વિશ્વના વ્યૂહાત્મક બજારમાં તેની માંગ  વધી રહી છે. તેના અન્ય દેશોના સમકક્ષ વિમાનો મોંઘા અને હલકી ગુણવત્તાવાળા હોવાનું કહેવાય છે, જેના કારણે તેજસ ધીમે ધીમે દુનિયાભરના આકાશમાં ગર્જના કરવા તૈયાર થઈ રહ્યો છે. મલેશિયા અને કોલંબિયા, લેટિન અમેરિકા બાદ આર્જેન્ટિનાએ તેજસને ખરીદવામાં રસ દાખવ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાતની પુષ્ટિ કરી છે.

વાસ્તવમાં વિદેશ મંત્રી લેટિન અમેરિકાની ચાર દિવસની મુલાકાતે હતા. તેમણે કહ્યું કે, આર્જેન્ટિનાની વાયુસેનાએ તેજસને ખરીદવામાં રસ દાખવ્યો છે, જેનાથી બંને દેશોના સંબંધોને વેગ મળશે. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સુપર પાવર અમેરિકાએ પણ તેજસને ખરીદવામાં રસ દાખવ્યો છે. સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે મીડિયાને માહિતી આપી છે કે તેજસને ખરીદવામાં રસ ધરાવતા દેશોમાં આર્જેન્ટિના, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, ઇજિપ્ત, અમેરિકા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સનો સમાવેશ થાય છે. આખરે તેજસમાં એવી કઈ કઈ ખાસિયતો છે કે દુનિયાને તેના પર વિશ્વાસ આવી રહ્યો છે

ભારતમાં ઉત્પાદિત તેજસ વજનમાં સિંગલ એન્જિન લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે. તે એક મલ્ટિરોલ ફાઇટર જેટ છે. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ તેજસને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે મળીને ડિઝાઇન કરી છે. એડીએ સંરક્ષણ મંત્રાલય હેઠળ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) હેઠળ કામ કરે છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ ભારતની સરકારી માલિકીની એરોસ્પેસ અને ડિફેન્સ કંપની છે. 80ના દાયકામાં ભારતે જૂના મિગ-21 ફાઇટર એરક્રાફ્ટને બદલવા માટે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેના પરિણામે તેજસ અસ્તિત્વમાં આવ્યો હતો. 2003માં એલસીએનું સત્તાવાર નામ તેજસ રાખવામાં આવ્યું હતું. તેનું નામ તેજસ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ રાખ્યું હતું. તેજસ એટલે તેજ. તે તેના વર્ગના સુપરસોનિક ફાઇટર્સમાં સૌથી નાનું અને સૌથી હળવું છે.



તેજસને 2011 માં પ્રારંભિક કામગીરી અને ત્યારબાદ 2019 માં અંતિમ કામગીરી માટે મંજૂરી મળી હતી. તેજસની પ્રથમ સ્ક્વોડ્રન 2016 માં ઓપરેશન માટે તૈયાર હતી. હાલમાં ભારત તેજસના ત્રણ વેરિઅન્ટનું ઉત્પાદન કરે છે, જેમાં તેજસ માર્ક 1, તેજસ માર્ક 1એ અને તેજસ ટ્રેનર નો સમાવેશ થાય છે. અન્ય વેરિઅન્ટ તેજસ માર્ક 2 વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. તેજસ માર્ક 2 2026 સુધીમાં તૈયાર થવાની સંભાવના છે.

સંરક્ષણ મંત્રાલયે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે ભારતીય વાયુસેના માટે 83 તેજસ ખરીદવા માટે 48,000 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. તેજસ ઉપરાંત ભારતીય વાયુસેનાના ટોપ એર ફ્લીટમાં હાલ સુખોઈ એસયુ-30MKI, રાફેલ, મિરાજ અને મિગ-29 સામેલ છે. વર્ષ 2023માં તેજસની ભારતીય વાયુસેનાને ડિલીવરી શરૂ થશે.

તેજસના 50 ટકા ભાગ ભારતમાં બનેલા છે. તેમાં ઈઝરાયેલની એન્ટી રડાર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે એક સાથે 10 લક્ષ્યોને ભેદી શકે છે. તેને ઉડવા માટે માત્ર 460 મીટરના રનવેની જરૂર પડે છે, જેના કારણે તે કોઈપણ યુદ્ધ જહાજથી સરળતાથી ઉડાન ભરી શકે છે અને તેના પર પાછું ઉતરી શકે છે. તેનું કુલ વજન 6500 કિલો છે. તેની મહત્તમ ઝડપ 2205 કિલોમીટર પ્રતિ કલાકની છે.



તેમાં એન્ટીશિપ મિસાઇલ્સ લગાવી શકાય છે. લેસર ગાઈડેડ મિસાઈલથી સજ્જ આ મિસાઈલ એર-ટુ-એર, એર ટુ ગ્રાઉન્ડ અને એર-ટુ-વોટરને મારી શકે છે. આમાં ખાસ જામર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી દુશ્મનની આંખને સરળતાથી ધૂળ ચટાડી શકાય. તે સુખોઈની સમકક્ષ હથિયારો અને મિસાઇલો સાથે ઉડાન ભરી શકે છે. 52 હજાર ફૂટની ઉંચાઈ પર તે અવાજની ઝડપે ઉડીને પહોંચી શકે છે. તે હવામાં રિફયુલ કરી શકે છે અને ફરીથી કામ માટે તૈયાર થઈ શકે છે. આ તેના સમકક્ષ ચીનના JF-17 અને કોરિયાના ફાઇટર જેટ કરતા વધુ મજબૂત છે.

Tags :
DemandforIndiaGujaratFirstincreasedworldwideTejasfighterjethasthiscountry
Next Article