Jamnagar મનપાની એસ્ટેટ શાખા દ્વારા ડિમોલિશન, નડતર રૂપ જમીનની કિંમત આશરે 25લાખ જેટલી
જામનગર મનપાની એસ્ટેટ શાખા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજને નડતર રૂપ મકાનો તોડ્યા હતા.
Advertisement
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર વિસ્તારના મોમાઈ નગર શેરી નં.1 માં ત્રણ મકાન તોડી પાડી જગ્યા ખુલી કરાઈ હતી. વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજને નડતર રૂપ મકાન તોડી પાડવામાં આવ્યા હતા. રંગરમતી નદીના વહેણને અવરોધ ઉભો થવાથી ચોમાસામાં અન્ય વિસ્તારોમાં પાણી ભરાય છે. આ જમીનની કિંમત આશરે 25 લાખ જેટલી થાય છે.
Advertisement