ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કચ્છમાં બે સ્થળોએ ધાર્મિક સ્થાનમાં અસામાજિક તત્વોની તોડફોડ

કચ્છના  ભચાઉ તાલુકાના ચાંદ્રોડી સીમ તથા જુના કટારિયામાં અસામાજિક તત્વોએ ધાર્મિક સ્થાનમાં તોડફોડ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.ચાંદ્રોડી સીમમાં મહાદેવ મંદિર તથા જુના કટારીયા સીમ વિસ્તારમાં આવેલ  મોમાઈ માતાજીના મંદિરમાં સાંઢડીની અજાણ્યા શખ્સોએ  તોડફોડ કરી હોવાનું બહાર આવ્યું હતું. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા ડી.વાય.એસ.પી. એલ.સી.બી. તથા લાકડિયા પોલીસ સ્ટેશનના  અધિકારà«
06:28 AM Jun 06, 2022 IST | Vipul Pandya
કચ્છના  ભચાઉ તાલુકાના ચાંદ્રોડી સીમ તથા જુના કટારિયામાં અસામાજિક તત્વોએ ધાર્મિક સ્થાનમાં તોડફોડ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.ચાંદ્રોડી સીમમાં મહાદેવ મંદિર તથા જુના કટારીયા સીમ વિસ્તારમાં આવેલ  મોમાઈ માતાજીના મંદિરમાં સાંઢડીની અજાણ્યા શખ્સોએ  તોડફોડ કરી હોવાનું બહાર આવ્યું હતું. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા ડી.વાય.એસ.પી. એલ.સી.બી. તથા લાકડિયા પોલીસ સ્ટેશનના  અધિકારà«
કચ્છના  ભચાઉ તાલુકાના ચાંદ્રોડી સીમ તથા જુના કટારિયામાં અસામાજિક તત્વોએ ધાર્મિક સ્થાનમાં તોડફોડ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ચાંદ્રોડી સીમમાં મહાદેવ મંદિર તથા જુના કટારીયા સીમ વિસ્તારમાં આવેલ  મોમાઈ માતાજીના મંદિરમાં સાંઢડીની અજાણ્યા શખ્સોએ  તોડફોડ કરી હોવાનું બહાર આવ્યું હતું. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા ડી.વાય.એસ.પી. એલ.સી.બી. તથા લાકડિયા પોલીસ સ્ટેશનના  અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા 
સ્થળ પર ડોગ સ્કોડ તેમજ એફ.એસ.એલ.ની ટીમ અને ફિંગરપ્રિન્ટના અધિકારીઓને બોલાવી તપાસ શરુ કરવામાં આવી હતી. 
ડી.વાય.એસ.પી.કે.જી.ઝાલાના જણાવ્યા પ્રમાણે આ બનાવમાં ધાર્મિક લાગણી દુભાવવા તેમજ નુકસાન પહોંચાડવા સહિતની કલમો મુજબ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે અને તપાસ શરુ કરી દેવાઇ છે. 
બનાવને લઈને લોકોમાં રોષ ફેલાયો છે અને આરોપીઓને સત્વરે ઝડપી પાડવા માંગ કરવામાં આવી છે. 
Tags :
AntiSocialElementsDemolitionGujaratFirstKutchchpolice
Next Article