Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ચંડોળા તળાવ ડિમોલિશન પાર્ટ-2, AMCની કાર્યવાહી માટે 2 હજારથી વધુ પોલીસ તૈનાત

અમદાવાદનાં ચંડોળા તળાવમાં આવતીકાલથી ફરી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. અંદાજિત 10 હજારથી વધુ મકાનો તોડવામાં આવશે.
Advertisement

અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે આવતીકાલથી ફ્રેઝ-2 ની ડિમોલિશનની કામગીરી આવતીકાલથી શરૂ થનાર છે.આ ડિમોલિશનની કામગીરીમાં અંદાજિત 10 હજારથી વધુ મકાનો તોડવામાં આવશે. પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવશે. અંદાજિત 2 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે. તેમજ ડિમોલીશનની કાર્યવાહી સમયે 25 SRP ની કંપની તૈનાત રહેશે. પહેલા ફેઝમાં દોઢ લાખ સ્કવેર મીટર જગ્યા ક્લિયર કરાઈ છે. બીજા ફ્રેઝમાં અઢી લાખ સ્કવેર મીટર જગ્યા ક્લિયર કરાશે. થોડા દિવસ પહેલા અંદાજે 5 હજાર જેટલા મકાનો તોડી પડાયા છે. 2010 પછી રહેતા લોકોને મકાન આપવામા આવશે. AMC દ્વારા ફોર્મ ભરવાની પણ શરૂઆત કરી છે. આવાસ મેળવવા માટે પુરાવા પણ રજૂ કરવા પડશે. ચંડોળા તળાવમાંથી 207 જેટલા બાંગ્લાદેશી પકડાયા છે. જ્યારે અમદાવાદમાંથી કૂલ 250 જેટલા બાંગ્લાદેશી પકડાયા છે. આ બંદોબસ્તમાં 2 JCP, 6 DCP સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં જોડાશે.

Advertisement
Tags :
Advertisement

.

×