10 લાખની સમે 60 લાખ આપ્યા છતા વ્યાજખોરોએ વેપારીનું અપહરણ કરી માર મર્યો
અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરો ફરી વખત આતંક મચાવી રહ્યા છે. જેની સાક્ષી પુરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં જમીન મકાનની દલાલી કરતા યુવકે મકાન લેવા તેમજ ઘંઘા માટે 10 લાખ રુપિયા વ્યાજે લીધા હતા. જેની સામે તેમણે પોતાની મિલકત વેચીને 60 લાખ આપ્યા અને તે છતાં વ્યાજખોરે વધુ 40 લાખની માંગણી કરીને યુવકનુ અપહરણ કરી ઢોર માર માર્યો હતો. આ મામલે હાલ તો રામોલ પોલીસે 5 લોકો સામે અપહરણ અને મન
Advertisement
અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરો ફરી વખત આતંક મચાવી રહ્યા છે. જેની સાક્ષી પુરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં જમીન મકાનની દલાલી કરતા યુવકે મકાન લેવા તેમજ ઘંઘા માટે 10 લાખ રુપિયા વ્યાજે લીધા હતા. જેની સામે તેમણે પોતાની મિલકત વેચીને 60 લાખ આપ્યા અને તે છતાં વ્યાજખોરે વધુ 40 લાખની માંગણી કરીને યુવકનુ અપહરણ કરી ઢોર માર માર્યો હતો. આ મામલે હાલ તો રામોલ પોલીસે 5 લોકો સામે અપહરણ અને મની લોન્ડરીંગની ફરિયાદ નોંધી છે.
પૂર્વના રામોલ વિસ્તારમાં વ્યાજખોરો દ્વારા જમીન મકાનની દલાલી કરતા વેપારીનું અપહરણ કરી ઢોર માર મારવાની તથા ધમકી આપી હોવાની ઘટના સાામે આવી છે. વસ્ત્રાલમાં રહેતા મેહુલ દેસાઈ જમીન મકાનની દલાલીનું કામ કરે છે. પાંચ વર્ષ પહેલા મકાન ખરીદવાનું હોવાથી તેમજ ધંધામાં પૈસાની જરૂર હોવાથી વિરાટનગરમાં રહેતા અને ફાઈનાન્સનો ધંધો કરતા દિનેશ દેસાઈ પાસેથી 10 ટકા વ્યાજે 10 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે અત્યાર સુધીમાં 60 લાખ ચુકવી દીધા હોવા છતાં દિનેશ દેસાઈ દ્વારા અવાર નવાર ફોન કરી વધુ 40 લાખ રૂપિયાની માગ કરી ધમકીઓ આપવામાં આવતી હતી.
31મી માર્ચનાં રોજ મેહુલ દેસાઈ ઘરે હાજર હતા તે સમયે દિનેશ દેસાઈએ ફોન કરી તેમને ઘરની બહાર બોલાવ્યા હતા. ત્યારબાદ આરોપી અર્પણે ફોન કરી ફરિયાદીને રોડ પર બોલાવી કારમાં બેસાડી ગાળાગાળી કરી પૈસાની માગ કરી હતી. બાદમાં ફરિયાદીનું અપહરણ કરીને વસ્ત્રાલના નિરાંત ચાર રસ્તા તરફથી વિરાટનગર દિનેશ દેસાઈની ઓફિસે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં દિનેશ દેસાઈ, રિન્કુ દેસાઈ, અર્પણ અને ચિરાગ નામનાં વ્યક્તિઓ હાજર હતા. આરોપીઓએ ભેગા મળી બેલ્ટ અને ડંડાથી મેહુલ દેસાઈને માર મારી તે જ સમયે 5 લાખ રૂપિયાની માગ કરી હતી.
ત્યારે તે સમયે મેહુલ દેસાઈએ ભાગવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીને ગાડીમાં બેસાડી બે દિવસમાં હિસાબ ચુક્તે નહીં કરે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. બાદમાં સાંજનાં સમયે ઘર આગળ ઉતારી ભાગી ગયા હતા. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રામોલ પોલીસે આરોપીઓ સામે અપહરણ અને ગુજરાત નાણાંની ધીરનાર કરનારા બાબત અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જો કે આરોપી દિનેશ દેસાઈ રાજકીય વગ ધરાવતો હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આરોપીને સમાજનાં વડીલો દ્વારા સમાધાન માટે દબાણ પણ કરાતું હોવાનો આક્ષેપ કરાતા હાલ તો રામોલ પોલીસે આરોપીઓને પકડવા તજવીજ તેજ કરી છે.


