DGCAએ સ્પાઈસજેટના 90 પાઈલોટોને બોઈંગ 737 મેક્સ ઉડાડવા પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કારણ
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સ્પાઈસ જેટ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. DGCA એ સ્પાઈસજેટના 90 પાઈલોટોને બોઈંગ 737 મેક્સ ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. DGCA સિમ્યુલેટર ટ્રેનિંગમાં ખામીઓ શોધીને આ કાર્યવાહી કરી છે. આ પાયલટોને રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં એક ફેસિલિટીમાં સિમ્યુલેટર ટ્રેનિંગ આપવામાં આવી હતી.આ પાઈલોટો ને હવે DGCAના સંતોષ માટે ફરીથી તાલીમ લેવી પડશે. એરલાઇનના પà«
Advertisement
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સ્પાઈસ જેટ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. DGCA એ સ્પાઈસજેટના 90 પાઈલોટોને બોઈંગ 737 મેક્સ ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. DGCA સિમ્યુલેટર ટ્રેનિંગમાં ખામીઓ શોધીને આ કાર્યવાહી કરી છે. આ પાયલટોને રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં એક ફેસિલિટીમાં સિમ્યુલેટર ટ્રેનિંગ આપવામાં આવી હતી.
આ પાઈલોટો ને હવે DGCAના સંતોષ માટે ફરીથી તાલીમ લેવી પડશે. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પાઇલોટ્સ અન્ય બોઇંગ 737 એરક્રાફ્ટ માટે ઉપલબ્ધ હશે. DGCAના ડાયરેક્ટર અરુણ કુમારે જણાવ્યું કે આ પાઈલોટો ને બોઈંગ 737 મેક્સ ઉડાવવા પર રોક લગાવવામાં આવી છે. આ કથિત ક્ષતિને પગલે એરલાઇનની પાઇલટ તાલીમ પ્રક્રિયા પણ નિયમનકારના સ્કેનર હેઠળ આવી છે. ભારતમાં બોઈંગ 737 મેક્સ પરનો પ્રતિબંધ 2021માં હટાવી લેવામાં આવ્યો હતો.
સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે DGCAએ 90 પાઈલોટો ની ટ્રેનિંગ પ્રોફાઈલ પર અવલોકન કર્યું હતું. તેના આધારે બોઇંગ 737 મેક્સને ઉડાન ભરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પાઇલોટ્સ DGCAના સંતોષ માટે તાલીમ લેશે. સ્પાઈસ જેટ પાસે હાલમાં તેના કાફલામાં 13 બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ છે. જેમાંથી તે 11નું સંચાલન કરે છે. એરલાઈન્સનું કહેવું છે કે આ એરક્રાફ્ટ પર ચાલતી 60 દૈનિક ફ્લાઈટ્સ પર કોઈ અસર થશે નહીં.MAX માટે 650 તાલીમ લીધેલા પાઇલોટ્સમાંથી, 560 હજુ કાર્યરત છે.


