DGN ટોરેન્ટ પાવર કંપની દ્વારા લેન્ડલૂઝરોને નોકરી નહિ અપાતા આત્મોવિલોપનનો પ્રયાસ, પોલીસે અટકાયત કરી
વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં આવેલ DGN ટોરેન્ટ પાવર કંપની દ્વારા ઘણો સમય વીતવા છતાં લેન્ડલુઝરોને તેમના હક્કો થી વંચિત રાખવામાં આવ્યા છે. જમીન સંપાદન વખતે જમીન ગુમાવનારા ખેડૂતોને નોકરી સહિતના વાયદાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ વર્ષો બાદ પણ આ વાયદાઓ કંપની દ્વારા પૂર્ણ કરાયા નથી. જેના કારણે શિક્ષિત હોવા છતાં લેન્ડલુઝરો ને નોકરીઓ અપાઈ નથી અને તેમના હકોથી વંચિત રાખવામાં આવ્યા છે. આ મ
Advertisement
વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં આવેલ DGN ટોરેન્ટ પાવર કંપની દ્વારા ઘણો સમય વીતવા છતાં લેન્ડલુઝરોને તેમના હક્કો થી વંચિત રાખવામાં આવ્યા છે. જમીન સંપાદન વખતે જમીન ગુમાવનારા ખેડૂતોને નોકરી સહિતના વાયદાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ વર્ષો બાદ પણ આ વાયદાઓ કંપની દ્વારા પૂર્ણ કરાયા નથી. જેના કારણે શિક્ષિત હોવા છતાં લેન્ડલુઝરો ને નોકરીઓ અપાઈ નથી અને તેમના હકોથી વંચિત રાખવામાં આવ્યા છે. આ મુદ્દે વિરોધ કરી રહેલા સ્થાનિકોને પણ કંપની મેનેજમેન્ટ દ્વારા ઉડાઉ જવાબો આપવામાં આવે છે. લેન્ડલૂઝરો બે વર્ષ આઈટીઆઈ તથા બે વર્ષ એપ્રેન્ટિસ કરેલ છે અને સર્ટિફિકેટ પણ મેળવેલ છે છતાં કંપનીના મેનેજમેન્ટ દ્વારા ફરીથી આઈ.ટી.આઈ કરી આવો એમ કહેતા રોષે ભરાયેલ યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી છે. ડી જી એન ટોરેન્ટ પાવર કંપની નજીકથી ઘટનાની જાણ થતાં દહેજ પોલીસે યુવકોની અટકાયત કરી હતી.
યુવકે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી
દહેજ GIDCમાં નજીવા ભાવે જમીન સંપાદન કરવામાં આવી હતી અને નોકરીની બાહેંધરી આપવામાં આવી હતી. વાયદો પૂર્ણ નહિ કરી દહેજ જીઆઇડીસી અને કંપની મેનેજમેન્ટ દ્વારા પીડિતને મજબૂર કરી ગંભીર પરિસ્થિતિ નું નિર્માણ કર્યું હોવાનો આક્ષેપ કરી આગામી દિવસોમાં જો લેન્ડ લૂઝરના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે અને સાત દિવસમાં જવાબ આપવા નહીં આવે તો આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જેની સંપૂર્ણ જવાબદારી દહેજ જીઆઇડીસી અને કંપનીના મેનેજમેન્ટની રહેશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ આજરોજ લેનલુઝરો દ્વારા આજે શુક્રવારના દિવસે આત્મ વિલોપન કરવાનું પ્રયાસ કરવામાં આવ્યું હતું દહેજ પોલીસ પહેલાથી જ વોચમાં હતી અને જ્યારે કેરોસીનનો છંટકાવ કરવા જતા બંને લેન્ડ લુઝર યુવકોને અટકાવી ડીટેઇન કરી દહેજ પોલીસ મથકે લઈ જવાયા હતા.
પતિ દ્વારા આત્મ વિલોપન કરવાનો પ્રયાસ કરાયો છે.
પીડિતની પત્ની દ્વારા મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પાંચ વર્ષથી ટોરેન્ટ પાવર કંપનીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે જેને લઈ આજ રોજ તેમના પતિ દ્વારા આત્મ વિલોપન કરવાનો પ્રયાસ કરાયો છે. વધુમાં તેમની પત્ની દ્વારા જણાવ્યું હતું કે તેમના પતિને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ટોરેન્ટ પાવર કંપનીના અધિકારીઓની રહેશે અને દહેજ પોલીસ સ્ટેશનની પણ જવાબદારી રહેશે તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
આપણ વાંચો- ભરૂચમાં નગરપાલિકાના પાપે છવાયો અંધારપટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


