Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rambo Dog ની કામગીરી DGPએ વખાણી, સકંજામાં અપરાધી 'Rambo'ની સુંદર કામગીરી

Rambo Dog: પોરબંદરના ટ્રેકર રેમ્બો ડોગની કામગીરી લઈને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીંરથસિંહ જાડેજાએ બિરદાવી છે. પોરબંદરમાં પવનચક્કી સ્ટબલેગ, વિજ પોલ ગ્રાઇન્ડર મશીન તથા ગેસકટર મશીન દ્રારા કાપીને નુકશાન કરનાર આરોપીને ટ્રેકર રેમ્બો ડોગની...
Advertisement

Rambo Dog: પોરબંદરના ટ્રેકર રેમ્બો ડોગની કામગીરી લઈને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીંરથસિંહ જાડેજાએ બિરદાવી છે. પોરબંદરમાં પવનચક્કી સ્ટબલેગ, વિજ પોલ ગ્રાઇન્ડર મશીન તથા ગેસકટર મશીન દ્રારા કાપીને નુકશાન કરનાર આરોપીને ટ્રેકર રેમ્બો ડોગની શોધી પ્રસશંનીય કામગીરી કરી છે.

8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

ગુજરાત પોલીસના સ્નિફર અને ટ્રેકર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં ડોગ્સની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પોરબંદર ડોગ્સ સ્કોવડમાં જોઇએ તો પાંચ પ્રકારના ડોગ્સ ફાળવણી કરવામાં આવી છે. જેમા રેમ્બો, જાયલો, કોમન, સ્નીફર, નાકોટીસનો સામવેશ થાય છે. તાજેતરમાં ડોબરમેન જાતિના ટ્રેકર રેમ્બો ડોંગે પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ પવનચક્કીના ગેસકટર મશીન દ્વારા કાપીને નુકશાન કરનાર આરોપીને શોધી કાઢયા છે. સ્નિફર અને ટ્રેકર ડોગ્સને તાલિમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ હેન્ડલર્સની આ કામગીરીની રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રસંશા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

રેમ્બો ડોગ્સની પ્રસંશનીય કામગીરી

પોરબંદર પોલીસે આપેલી વિગત મુજબ બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુજલોન વિન્ડફાર્મ પ્રાઇવેટ એનર્જી લીમીટેડ કંપની દ્વારા સ્થાપીત કરેલ પવનચક્કી સ્ટબલેગ, વિજ પોલ ગ્રાઇન્ડર મશીન તથા ગેસકટર મશીન દ્રારા કાપીને આશરે રૂપિયા 01,10,000/- નુ નુકશાન કરી છેલ્લા ઘણા સમયથી આવુ કૃત્ય કરતા આરોપી પરબત મોઢવાડીયા, અનિલ લીલા ડાકી, સામત ભરત ઉર્ફે ભોલો મોઢવાડીયાને બગવદર પોલીસે ડોગ્સ સ્કોડના રેમ્બો ડોગ્સની મદદથી શોધી કાઢતી પ્રસંશનીય કામગીરી કરી છે. ડોગ્સ સ્કોડના રેમ્બો ડોગ્સના હેન્ડરલ રવિરાજસિંહ ઝાલા તથા ડોગ્સ સ્કોડની સફળ કામગીરીની નોંધ લઇ પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસીંહ જાડેજાએ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા છે.

Advertisement

Tags :
Advertisement

.

×