Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાલીતાણામાં શેત્રુંજીના સાનિધ્યમાં યોજાશે ઢેબરાં તેરસનો મેળો અને 'છ ગાઉ' યાત્રા

તીર્થધામ પાલીતાણામાં શેત્રુંજીના સાનિધ્યમાં પ્રતિવર્ષ યોજાતો ઢેબરા તેરસનો મેળો દેશ ઉપરાંત વિદેશમાં પણ જાણીતો છે. કોરોનાના કારણે બે વર્ષથી નહિ યોજાયેલો 'છ ગાઉ' યાત્રા અને મેળો આ વર્ષે યોજી શકાશે. કોરોનાનું વિઘ્ન ટળતા જૈન યાત્રીઓમાં ઉમંગ અને ઉત્સાહ વ્યાપ્યો છે. બીજી બાજુ પાલિતાણામાં શેઠ આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા પરંપરાગત તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે.પાંચ હજારથી વધુ યાત્રીકો 'છ àª
પાલીતાણામાં શેત્રુંજીના સાનિધ્યમાં યોજાશે ઢેબરાં તેરસનો મેળો અને  છ ગાઉ  યાત્રા
Advertisement
તીર્થધામ પાલીતાણામાં શેત્રુંજીના સાનિધ્યમાં પ્રતિવર્ષ યોજાતો ઢેબરા તેરસનો મેળો દેશ ઉપરાંત વિદેશમાં પણ જાણીતો છે. કોરોનાના કારણે બે વર્ષથી નહિ યોજાયેલો 'છ ગાઉ' યાત્રા અને મેળો આ વર્ષે યોજી શકાશે. કોરોનાનું વિઘ્ન ટળતા જૈન યાત્રીઓમાં ઉમંગ અને ઉત્સાહ વ્યાપ્યો છે. બીજી બાજુ પાલિતાણામાં શેઠ આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા પરંપરાગત તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે.

પાંચ હજારથી વધુ યાત્રીકો 'છ ગાઉ' યાત્રા કરશે
કોરોના કાળના બે વર્ષ દરમિયાન ભગવાનથી પણ ભક્તોને અંતર રાખવું પડ્યું હતુું, પરંતુ આ વર્ષે છુટછાટ મળતા યાત્રીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ વર્ષે ફાગણ સુદ 13ના 15 માર્ચના રોજ અચલગચ્છની હોય તેઓ છ ગાઉ યાત્રા કરશે. તેમાં ભક્તિપાલ પણ ઉભા કરેલા હોવાનું જાણવા મળેલ છે.15 માર્ચ ચાર હજારથી પાંચ હજાર યાત્રીકો છ ગાઉ યાત્રા કરશે.ફાગણ સુદ ૧૩ (બીજી) તા.૧૬ માર્ચના રોજ તપાગચ્છ સહિત અનેક સમુદાયના ભાવિકો છ ગાઉ યાત્રા કરશે. જેમાં સંઘપુજન કરાશે, સિધ્ધવડ ખાતે ૧૦૦ વિવિધ ભક્તિ પાલ ઉભા કરાશે જેમાં ૬૦ હજારથી વધુ યાત્રીકો યાત્રામાં જોડાશે તેવો અંદાજ છે.
યાત્રાની તમામ તૈયારી પૂર્ણ
ચાલુ વર્ષે બોર્ડ પરીક્ષાને પણ અંતર હોય તેથી બાળકોથી લઇ વૃદ્ધો સુધી છ ગાઉ યાત્રા કરી ધન્યતા અનુભવશે. મોટાભાગની ધર્મશાળા હાઉસફુલ થઇ જવા પામી છે. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે તેવું સિનિયર મેનેજર મનુભાઇ શાહે જણાવ્યું હતું.
Tags :
Advertisement

.

×