Dholavira: ધોળાવીરાને ASI નો કેટેગરી-A દરજ્જો મળ્યો, મુલાકાત લેતા પહેલા જાણી લો નવા નિયમો!
ગુજરાત માટે વધુ એક ગૌરવપૂર્ણ સમાચાર આવ્યા છે. ધોળાવીરાને ASI નો કેટેગરી-A દરજ્જો મળ્યો છે. હવે, તાજમહેલ-લાલ કિલ્લાની શ્રેણીમાં તેનો સમાવેશ થશે.
Advertisement
ગુજરાત માટે વધુ એક ગૌરવપૂર્ણ સમાચાર આવ્યા છે. ધોળાવીરાને ASI નો કેટેગરી-A દરજ્જો મળ્યો છે. હવે, તાજમહેલ-લાલ કિલ્લાની શ્રેણીમાં તેનો સમાવેશ થશે. આ નિર્ણય હેઠળ કચ્છના ધોળાવીરામાં સંરક્ષણનાં નિયમો વધુ કડક બનશે. પ્રતિબંધિત વિસ્તારમાં નવા બાંધકામ પર નિયંત્રણ રહેશે. નિયંત્રિત વિસ્તારમાં બાંધકામ માટે પૂર્વ મંજૂરી લેવી પડશે. પ્રવેશ ફી અને પ્રવાસીઓની સુવિધાઓ અંગે નવા નિયમો રહેશે. સ્મારક વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ સામે કાર્યવાહી થશે. સ્મારકને નુકસાન પહોંચાડવા સામે પણ કડક કાર્યવાહી થશે. કેટેગરી-A દરજ્જા બાદ પર્યટન અને સંશોધનને વધુ વેગ મળશે. કચ્છના ઐતિહાસિક વારસાને નવી ઓળખ મળશે............જુઓ અહેવાલ........

