Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dhoraji : કારખાનેદારને થયો કડવો અનુભવ, અજાણી વ્યક્તિઓ સાથેની મિત્રતા ભારે પડી

ધોરાજીના જાણીતા કારખાનેદાર પારસ સોજીત્રાને એક ફ્રેન્ડશીપ એપના માધ્યમથી અજાણી યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે. મુલાકાતના બહાને બોલાવીને આ હનીટ્રેપ ગેંગે વેપારીનો નિર્વસ્ત્ર વીડિયો ઉતારી લીધો હતો
Advertisement
  • અજાણી વ્યક્તિઓ સાથેની મિત્રતા ભારે પડી
  • ધોરાજીના કારખાનેદારને થયો કડવો અનુભવ
  • ફ્રેન્ડશીપ એપના માધ્યમથી એક મેસેજ આવ્યો
  • વેપારી પારસ સોજીત્રા હનીટ્રેપનો શિકાર થયા
  • મુલાકાતના બહાને નિર્વસ્ત્ર વીડિયો ઉતાર્યો
  • લોખંડની પાઈપ, લાકડીથી સખત માર માર્યો
  • બદનામ કરવાની બીકે 1 લાખ રૂપિયા પડાવ્યા
  • થોડા દિવસો બાદ ફરી 3 લાખની માંગણી કરી
  • ધોરાજી પોલીસે હનીટ્રેપ ગેંગના 4 સભ્યોને ઝડપ્યા
  • ટોળકીની બે ફરાર મહિલા સભ્યોની તપાસ તેજ

અજાણી વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર કરવામાં આવતી મિત્રતા કેટલી જોખમી સાબિત થઈ શકે છે, તેનો જીવંત દાખલો ધોરાજીમાં સામે આવ્યો છે. ધોરાજીના જાણીતા કારખાનેદાર પારસ સોજીત્રાને એક ફ્રેન્ડશીપ એપના માધ્યમથી અજાણી યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે. મુલાકાતના બહાને બોલાવીને આ હનીટ્રેપ ગેંગે વેપારીનો નિર્વસ્ત્ર વીડિયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ લોખંડની પાઈપ તથા લાકડી વડે ઢોર માર મારી, બદનામ કરવાની ધમકી આપીને રૂ. 1 લાખ પડાવી લીધા હતા. આટલેથી ન અટકાતા ટોળકીએ ફરી રૂ. 3 લાખની માંગણી કરતા અંતે વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી. ધોરાજી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આ હનીટ્રેપ ગેંગના 4 સભ્યોને દબોચી લીધા છે, જ્યારે ટોળકીની બે ફરાર મહિલાઓની શોધખોળ તેજ કરી છે.જુઓ સમગ્ર અહેવાલ આ વીડિયોમાં

Advertisement

Advertisement

Tags :
Advertisement

.

×