Dhordo ને સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠન દ્વારા World Best Tourism Village કરાયું જાહેર
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું ધોરડો ગામ ગુરુવારે વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા જાહેર કરાયેલ 54 ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ થયું છે. ધોરડોએ G20 ની ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રભાવશાળી જૂથની પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કર્યું હતું. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન...
04:52 PM Oct 20, 2023 IST
|
Vipul Pandya
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું ધોરડો ગામ ગુરુવારે વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા જાહેર કરાયેલ 54 ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ થયું છે. ધોરડોએ G20 ની ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રભાવશાળી જૂથની પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કર્યું હતું. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ તેના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદી જાહેર કરી છે, તેમાં ધોરડોને શામેલ કરાયુ છે. કચ્છના ધોરડો ને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ નું ગૌરવ સન્માન મળ્યું તેની પ્રસન્નતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા છે
Next Article