Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું ફિલ્મ ‘પઠાન’નો શાહરુખનો લૂક લીક થયો? જાણો વાયરલ ફોટો પાછળની હકિકત

બોલિવૂડમાં કિંગ ખાન ગણાતો શાહરુખ હમણા થોડા સમયથી લાઇમ લાઇટથી દૂર છે. છેલ્લા ઘણા સમયથી શાહરુખની કોઇ ફિલ્મ પણ આવી નથી. તેવામાં આત્યારે શાહરુખના પ્રશંસકો દ્વારા તેની આગામી ફિલ્મ ‘પઠાન’ની રાહ જોઇ રહ્યા છે. શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ અત્યારે આ ફિલ્મમાં વ્યસ્ત છે. હાલમાં જ એવા સમાચાર પણ આવ્યા હતા કે શાહરુખ અને દીપિકા પોતાની ફિલ્મ માટે રોમેન્ટિક ગીતનું શૂટિંગ એવી જગ્યા પર કરવા માાà
શું ફિલ્મ  lsquo પઠાન rsquo નો શાહરુખનો લૂક લીક થયો  જાણો વાયરલ ફોટો પાછળની હકિકત
Advertisement
બોલિવૂડમાં કિંગ ખાન ગણાતો શાહરુખ હમણા થોડા સમયથી લાઇમ લાઇટથી દૂર છે. છેલ્લા ઘણા સમયથી શાહરુખની કોઇ ફિલ્મ પણ આવી નથી. તેવામાં આત્યારે શાહરુખના પ્રશંસકો દ્વારા તેની આગામી ફિલ્મ ‘પઠાન’ની રાહ જોઇ રહ્યા છે. શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ અત્યારે આ ફિલ્મમાં વ્યસ્ત છે. હાલમાં જ એવા સમાચાર પણ આવ્યા હતા કે શાહરુખ અને દીપિકા પોતાની ફિલ્મ માટે રોમેન્ટિક ગીતનું શૂટિંગ એવી જગ્યા પર કરવા માાંગે છે કે જે આ પહેલા ક્યારે કો ફિલ્મમાં બતાવવામાં ના આવી હોય.

ત્યારે આ બધી વાતો વચ્ચે અત્યારે સોશિયલ મીડિયા પર શાહરુખ ખાનનો એક ફોટો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર રહેલા અનેક ફેન પેઇજ અને બોલિવૂડ ગોસિપ અંગેના પેઇજ દ્વારા આ ફોટોને શાહરુખની આગામી ફિલ્મ ‘પઠાન’નો લૂક ગણાવી રહ્યા છે. તસવીરમાં શાહરુખ ખાને કાળા કલરનો ટક્સીડો પહેરેલો છે.  આ સિવાય આ ફોટોની ખાસ વાત એ છે કે તેમાં શાહરુખ લાંબા વાળ અને દાઢીમાં દેખાય છે.
આ તસવીરને  તેની આગામી ફિલ્મ ‘પઠાન’નો લૂક એટલા માટે કહી રહ્યા છે કારણ કે આ પહેલા ક્યારેય આપણે શાહરૂખને આ લૂકમાં જોયો નથી અને જોઈશું પણ નહીં. તેનું કારણ છે આ તસવીર ફેક છે. આ એક એડિટેડ ફોટો છે.  4 વર્ષ પહેલા સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ શાહરૂખનો આ ફોટો ખેંચ્યો હતો. ડબ્બુ રત્નાનીએ 2 નવેમ્બર 2017ના રોજ શાહરૂખની આ તસવીર પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કરી હતી. હવે શાહરૂખની આ તસવીર એડિટ કરીને ફરી વખત ફરી રહી છે. સાથે જ એવો દાાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ તેની ફિલ્મ 'પઠાણ'નો લુક છે. ડબ્બુ રત્નાની દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરમાં શાહરૂખ યુવાન અને સ્માર્ટ દેખાઈ રહ્યો છે, જ્યારે એડિટેડ ફોટોમાં શાહરૂખને વૃદ્ધ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.

×