Diplomatic Tour : રશિયા પ્રવાસ બાદ વિદેશ મંત્રી S. Jaishankar જશે યુક્રેન, એન્ડ્રી સિબિહા સાથે બેઠક
વિદેશ મંત્રી એસ. જયશંકર 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન યુક્રેન અને પોલેન્ડની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે તેમની ત્રણ દિવસીય મુલાકાતની વિગતો જાહેર કરી છે. આ મુલાકાત દરમિયાન, જયશંકર બંને દેશોના ટોચના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. મુલાકાત દરમિયાન, જયશંકર યુક્રેનના વિદેશ મંત્રી આંદ્રીય સિબિહા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. તેઓ પોલેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી રાદોસ્લાવ સિકોરસ્કી સાથે પણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. એસ.જયશંકરનો આ યુરોપ પ્રવાસ રશિયા-યુક્રેન સંઘર્ષ અંગે રાજદ્વારી ગતિવિધિઓમાં વધારો વચ્ચે થઈ રહ્યો છે. બિશ્કેકમાં તાજેતરમાં યોજાયેલી SCO સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન સંઘર્ષ અંગે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.......જુઓ અહેવાલ........

