Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વધુ પડતા લીંબુ પાણીનું સેવન હાનિકારક, બને છે આ 6 બીમારીઓનું કારણ

ફિટ રહેવા માટે લીંબુ પાણી પીવું ફાયદાકારક છે. તેનાથી પાચન તો સારું રહે છે, પરંતુ તેની સાથે નીચે મુજબ ફાયદા પણ કરાવે છે..ત્વચા ચમકાવે છેવજન ઘટે છેશરીર હાઈડ્રેટ રહે છેબોડીને વિટામિન C મળતું રહે છેપરંતુ વધુ પડતા લીંબુ પાણીના સેવનથી નીચે મુજબની તકલીફો પણ થઈ શકે છે.. આવો જાણીએ વિસ્તારથી આ સમસ્યાઓ વિશે.... એસીડિટી થઈ શકે છેવધારે લીંબુનો ઉપયોગ કરવાથી પ્રોટીન તોડતા એન્ઝાઈમ પેપ્સિન એક્ટિવ àª
વધુ પડતા લીંબુ પાણીનું સેવન હાનિકારક  બને છે આ 6 બીમારીઓનું કારણ
Advertisement

ફિટ રહેવા માટે લીંબુ પાણી પીવું ફાયદાકારક છે. તેનાથી પાચન તો સારું રહે છે, પરંતુ તેની સાથે નીચે મુજબ ફાયદા પણ કરાવે છે..

  • ત્વચા ચમકાવે છે
  • વજન ઘટે છે
  • શરીર હાઈડ્રેટ રહે છે
  • બોડીને વિટામિન C મળતું રહે છે

    પરંતુ વધુ પડતા લીંબુ પાણીના સેવનથી નીચે મુજબની તકલીફો પણ થઈ શકે છે.. આવો જાણીએ વિસ્તારથી આ સમસ્યાઓ વિશે.... 

Advertisement

એસીડિટી થઈ શકે છે
વધારે લીંબુનો ઉપયોગ કરવાથી પ્રોટીન તોડતા એન્ઝાઈમ પેપ્સિન એક્ટિવ થઈ જાય છે. લાંબા સમય સુધી વધારે લીંબુનો ઉપયોગ કરવાથી છાતીમાં બળતરાની ફરિયાદ રહે છે.

Advertisement


ડિહાઈડ્રેશન થઈ શકે
લીંબુ પાણી પીવાથી થોડી થોડીવારે યુરિન પાસ કરવાની જરૂરિયાત મહેસૂસ થાય છે. વારંવાર ટોયલેટ જવું અને પર્યાપ્ત પાણી ન પીવાના કારણે શરીરમાં પાણીની ઊણપ સર્જાઈ શકે છે.

માઈગ્રેનનું જોખમ
લીંબુમાં હાજર એમિનો એસિડ મગજમાં બ્લડ ફ્લોને અચાનક વધારે છે, જેના કારણે અચાનક માથામાં તીવ્ર દુખાવો અને માઈગ્રેનનું જોખમ વધી જાય છે.

પથરી અને પેટની સમસ્યાઓ
લીંબુના વધુ પડતા સેવનથી ગેસ્ટ્રિક અલ્સરનું જોખમ વધી જાય છે. તેનાથી ડાયેરિયા, પેટમાં દુખાવા જેવી સમસ્યા થાય છે. લીંબુમાં ઓક્સાલેટ હોય છે. લીંબુના વધારે સેવનથી પેટમાં જઈને આ ઓક્સાલેટ ક્રિસ્ટલનું સ્વરૂપ ધારણ કરે છે, જે આગળ જઈને કિડની સ્ટોન અથવા ગોલ બ્લેડર સ્ટોન બની શકે છે.

દાંતમાં સેન્સીટિવીટીનું જોખમ વધારે
લીંબુમાં હાજર સિટ્રસ એસિડની અસર દાંત પર પણ પડે છે. તેના કારણે દાંતોના ઈનેમલ ખરાબ થઈ જાય છે, જે દાંતની સેન્સિટિવિટી વધારે છે. તેનાથી બચવા માટે વધારે લીંબુ પાણી ન પીવું અને જ્યારે પણ પીઓ ત્યારે સ્ટ્રોનો ઉપયોગ કરવો.

હાડકા નબળા પડી શકે
લીંબુ એસિડિક નેચર હોય છે. દિવસમાં ઘણી વખત લીંબુ પાણી પીવાથી અથવા કોઈ બીજી રીતે લીંબુનો વધારે ઉપયોગ કરવાથી હાડકાઓ કમજોર થઈ શકે છે.

Tags :
Advertisement

.

×