ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જૂના બિલો ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવા, તોળાય છે આર્થિક સંકટ

ઘણી વખત આપણને ઘરમાં એવું લાગે કે ખર્ચા તો બંધ થવાનું નામ જ નથી લેતાં. ગમે તેટલાં પ્રયત્નો કરવામાં આવે પરંતુ કંઈને કંઈક ખર્ચા આવી જ જતાં હોય છે. આ સિવાય પણ કેટલાક લોકોને ખિસ્સામાં પૈસા પણ નથી ટકતા હોતા. પરંતુ શું તમને ખબર છે, આમ થવા પાછળનું કારણ શું છે?  આવો જણાવીએ એ વિશે વિસ્તારથી..આપને જણાવી દઈએ કે આમ થવા પાછળ વાસ્તુદોષ પણ જવાબદાર હોય શકે છે. ઘણી વખત લોકો પોતાના પર્સમાં એવી બિનજરૂરી વàª
02:11 PM Sep 07, 2022 IST | Vipul Pandya
ઘણી વખત આપણને ઘરમાં એવું લાગે કે ખર્ચા તો બંધ થવાનું નામ જ નથી લેતાં. ગમે તેટલાં પ્રયત્નો કરવામાં આવે પરંતુ કંઈને કંઈક ખર્ચા આવી જ જતાં હોય છે. આ સિવાય પણ કેટલાક લોકોને ખિસ્સામાં પૈસા પણ નથી ટકતા હોતા. પરંતુ શું તમને ખબર છે, આમ થવા પાછળનું કારણ શું છે?  આવો જણાવીએ એ વિશે વિસ્તારથી..આપને જણાવી દઈએ કે આમ થવા પાછળ વાસ્તુદોષ પણ જવાબદાર હોય શકે છે. ઘણી વખત લોકો પોતાના પર્સમાં એવી બિનજરૂરી વàª
ઘણી વખત આપણને ઘરમાં એવું લાગે કે ખર્ચા તો બંધ થવાનું નામ જ નથી લેતાં. ગમે તેટલાં પ્રયત્નો કરવામાં આવે પરંતુ કંઈને કંઈક ખર્ચા આવી જ જતાં હોય છે. આ સિવાય પણ કેટલાક લોકોને ખિસ્સામાં પૈસા પણ નથી ટકતા હોતા. પરંતુ શું તમને ખબર છે, આમ થવા પાછળનું કારણ શું છે?  આવો જણાવીએ એ વિશે વિસ્તારથી..
આપને જણાવી દઈએ કે આમ થવા પાછળ વાસ્તુદોષ પણ જવાબદાર હોય શકે છે. ઘણી વખત લોકો પોતાના પર્સમાં એવી બિનજરૂરી વસ્તુઓ રાખે છે, જેને પર્સમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ. 
વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુઓ પર્સમાં રાખવી અશુભ ગણાવામાં આવે છે. અને તેનાથી આર્થિક નુકસાન થવાની સંભાવનાઓ વધતી જાય છે. આવી ચીજોથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારે કઈ કઈ ચીજો પર્સમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ તે વિશે જણાવીએ.. આવો જણાવીએ કેટલીક એવી ચીજો વિશે જેને પર્સમાંથી કાઢી નાખવી હિતાવહ છે. 
તૂટેલો અરીસો
પર્સમાં ભૂલથી પણ તૂટેલો કે તિરાડ હોય તેવો અરીસો ન રાખવો જોઈએ. તેનાથી આર્થિક ધનહાની થવાની સંભાવનાઓ વધી જાય છે.
મૃત વ્યક્તિનો ફોટો
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મૃત વ્યક્તિનો ફોટો પર્સમાં રાખવાનું ટાળશો. કારણ કે તેને અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. તેમજ તેનાથી આપણી આસપાસ નેગેટીવિટી ઉભી થાય છે.

જૂના બિલો
ઘણા લોકોને જૂના બિલો પર્સમાં સંગ્રહી રાખવાની આદત હોય છે. પણ વાસ્તુશાસ્ત્ર મુજબ આ અશુભ છે. પર્સમાં જૂના બિલો ન રાખશો.
ફાટેલું પર્સ
દરેક વ્યક્તિ પર્સનો ઉપયોગ કરે છે. પણ વાસ્તુશાસ્ત્ર મુજબ જો પૈસા માટેનું પર્સ કોઈપણ જગ્યાએથી ફાટેલું હોય તો આર્થિક સ્થિતિ ખરાબ રહે છે. જેથી ફાટેલા પર્સનો ઉપર ન કરવો.
વળેલી નોટ
ઘણા લોકો ચલણી નોટને પર્સમાં ખરાબ રીતે રાખે છે. નોટ વળેલી હોય અથવા તો ડૂચો વળી ગઈ હોય છે. જોકે, વાસ્તુશાસ્ત્ર મુજબ આમ કરવું બિલકુલ યોગ્ય નથી. નોટને હંમેશા પર્સમાં યોગ્ય રીતે રાખવી જોઈએ.
ઈશ્વરનો ફોટો
વાસ્તુશાસ્ત્ર મુજબ તમારે તમારા પર્સમાં કોઈ પણ ભગવાનની તસવીરો ન રાખવી જોઈએ. માન્યતા મુજબ પર્સમાં ભગવાનનો ફોટો રાખવાથી તમારા ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે અને તમારે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
  • આ સાથે ઘણા લોકો પર્સમાં ચાવી રાખતા હોય છે. આમ કરવાથી પણ નકારાત્મકતાનો પ્રભાવ વધે છે. અને આર્થિક સમસ્યાઓ ઉભી થાય છે. જેથી પર્સમાં ચાવી ન રાખશો.
Tags :
expensesGujaratFirstTipsVastuvastutips
Next Article