Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોરોના પર લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો, દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવને ઠપકો આપ્યો

દિલ્હી હાઈકોર્ટે બુધવારે યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા કોવિડ-19ની એલોપેથી અને સારવાર અંગે આપેલા નિવેદન પર  ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે લોકોને ગેરમાર્ગે દોરવાનું  બંધ  કરો. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે રામદેવના નિવેદનમાં આંતરરાષ્ટ્રીય નેતાઓનું નામ લેવાથી વિદેશ સાથેના આપણા સારા સંબંધો પર અસર પડી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું કે સત્તાવાર માહિતીથી વધુ કંઈ ન બોલો. વાસ્તવમાં યોગ ગુર
કોરોના પર લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો  દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવને ઠપકો આપ્યો
Advertisement

દિલ્હી હાઈકોર્ટે બુધવારે યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા કોવિડ-19ની એલોપેથી અને સારવાર અંગે આપેલા નિવેદન પર  ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે લોકોને ગેરમાર્ગે દોરવાનું  બંધ  કરો. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે રામદેવના નિવેદનમાં આંતરરાષ્ટ્રીય નેતાઓનું નામ લેવાથી વિદેશ સાથેના આપણા સારા સંબંધો પર અસર પડી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું કે સત્તાવાર માહિતીથી વધુ કંઈ ન બોલો. વાસ્તવમાં યોગ ગુરુ બાબા રામદેવના એલોપેથી વિરુદ્ધના નિવેદન પર વિવિધ ડૉક્ટરોના સંગઠનોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે  સુનાવણી જસ્ટિસ અનૂપ જયરામ ભંબાણીની કોર્ટે કરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે આયુર્વેદ એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, જેનું સારું નામ લુપટ  થવાની મને ચિંતા છે. આયુર્વેદ એ જાણીતી, પ્રાચીન પદ્ધતિ છે. તેના નામને કોઈપણ રીતે નુકસાન ન પહોંચાડો. રામદેવે પોતાના નિવેદનમાં આંતરરાષ્ટ્રીય નેતાઓના નામ લીધા છે. જેની અસર વિદેશો સાથેના આપણા સારા સંબંધો પર પડી શકે છે

શું હતું રામદેવનું નિવેદન
યોગ ગુરુ રામદેવ બાબાએ તાજેતરના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રસીકરણ હોવા છતાં યુએસ રાષ્ટ્રપતિ જો બાયડનનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તે તબીબી વિજ્ઞાનની  નિષ્ફળતા છે. આ નિવેદન પર દિલ્હી હાઈકોર્ટે સખત ઠપકો આપ્યો છે. આ સાથે કોર્ટે કહ્યું છે કે આવા નિવેદનો કરીને લોકોને ગેરમાર્ગે ન દોરો. આ સાથે જ એન્ટિવેક્સર્સ પર કોર્ટે કહ્યું કે એ કહેવું એક વાત છે.  કે હું રસી લેવા નથી માંગતો. પરંતુ એ કહેવું બીજી વાત છે કે  જુઓ રસી ભૂલી જાવ તે નકામું છે.  
કોરોનાના પેન્ડિંગ કેસ પર કોર્ટે કહ્યું. 
કોર્ટે એમ પણ કહ્યું કે રામદેવના અનુયાયીઓ અને શિષ્યો અને તેમનામાં વિશ્વાસ કરનારાઓનું સ્વાગત છે, પરંતુ સત્તાવાર કંઈપણ કરતાં વધુ બોલીને જનતાને ગેરમાર્ગે દોરશો નહીં. કોર્ટે એ પણ પૂછ્યું કે શું તે જ્યાં સુધી મામલો પેન્ડિંગ છે ત્યાં સુધી તે કોરોનિલ વિશે વધુ નિવેદન આપવાનું બંધ કરશે. જોકે, રામદેવના વકીલે આવું કોઈ નિવેદન આપવાનો ઈન્કાર કર્યો હતો.

હવે આવતા અઠવાડિયે ટ્રાયલ
કોર્ટમાં રામદેવના વકીલે ટ્રાયલને "વાદીને બદનામ કરવા" અને રાજકીય રીતે પ્રેરિત ગણાવી હતી. રામદેવના વકીલની દલીલ પર કે આ મામલાને કોંગ્રેસ વિરુદ્ધ ભાજપ બનાવવામાં આવી રહ્યો છે, કોર્ટે કહ્યું કે કોર્ટમાં રાજકારણ માટે કોઈ સ્થાન નથી. તે જ સમયે, વરિષ્ઠ વકીલ અખિલ સિબ્બલે બુધવારે કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન એલોપેથી વિરુદ્ધના તેમના નિવેદનો માટે રામદેવ વિરુદ્ધ ડોકટરોના સંગઠનોના જૂથ વતી ટ્રાયલમાં દલીલો પૂર્ણ કરી.  કોર્ટ આગામી સપ્તાહે કેસની સુનાવણી ચાલશે. 
Advertisement
Tags :
Advertisement

.

×