શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ અને ભગવાનની પૂજા એકસાથે ન કરવી, જાણો કઇ કઇ સાવધાનીઓ રાખશો
પિતૃ પક્ષમાં તમે સામાન્ય રીતે ભગવાનની પૂજા કરી શકો છો. પિતૃઓને પૂજનીય માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર ઘરમાં દેવી-દેવતાઓની પૂજાની સાથે-સાથે પૂર્વજોની પૂજા ન કરી શકાય.ભગવાનની ઉપાસના માટે એકાગ્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો જ આપણે તેમની સાથે આધ્યાત્મિક રીતે જોડાઈ શકીશું. એવી ધાર્મિક માન્યતા છે કે જો આપણે મંદિર કે પૂજા સ્થાનમાં પૂર્વજોનો ફોટો લગાવીએ તો આપણું ધ્યાન ભટકાઈ જાય છે
08:34 AM Sep 09, 2022 IST
|
Vipul Pandya
પિતૃ પક્ષમાં તમે સામાન્ય રીતે ભગવાનની પૂજા કરી શકો છો. પિતૃઓને પૂજનીય માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર ઘરમાં દેવી-દેવતાઓની પૂજાની સાથે-સાથે પૂર્વજોની પૂજા ન કરી શકાય.
ભગવાનની ઉપાસના માટે એકાગ્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો જ આપણે તેમની સાથે આધ્યાત્મિક રીતે જોડાઈ શકીશું. એવી ધાર્મિક માન્યતા છે કે જો આપણે મંદિર કે પૂજા સ્થાનમાં પૂર્વજોનો ફોટો લગાવીએ તો આપણું ધ્યાન ભટકાઈ જાય છે અને આપણને એ દુઃખદ ક્ષણ યાદ આવે છે જ્યારે આપણે તેમને ગુમાવ્યા હતા. આવી સ્થિતિમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને ભગવાનની પૂજામાં મન નહીં લાગે.
વાસ્તુ અનુસાર ઘરમાં પૂર્વજોની તસવીર હંમેશા એવી રીતે રાખો જ્યાં તેમનું મુખ દક્ષિણ તરફ હોય. શાસ્ત્રોમાં પૂર્વજોનું સ્થાન દક્ષિણ દિશામાં માનવામાં આવ્યું છે. ધ્યાનમાં રાખો કે ઘરમાં પૂર્વજોની એક જ તસવીર લગાવો.
શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષમાં પિતૃઓની મૃત્યુ તિથિએ પિતૃઓની તૃપ્તિ માટે પિંડદાન, તર્પણ ,શ્રાદ્ધ અને દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓની પૂજામાં મોટા અવાજમાં વેદ મંત્રોનો જાપ વર્જિત છે.
પિતૃપક્ષમાં પૂર્ણ ભક્તિ સાથે તર્પણ અને શ્રાદ્ધ કરો. ગરીબ,લાચારોની મદદ કરવી જોઈએ. પીપળાના વૃક્ષની પૂજા કરો. પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો.
Next Article