ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આજે સંકટ ચોથ પર કરો આટલા કામ, ગણપતિ પુરા કરશે તમારા સર્વ કામ

હિન્દુ કેલેન્ડર મુજબ જેઠ મહિનો શરૂ થયો છે. ત્યારે  કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થી તિથિને  સંકટ ચોથ કહેવામાં આવે છે. સંકટ ચોથનું વ્રત જેઠ મહિનાની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે અને તેમને મોદક, દુર્વા, સોપારી અને પાણી જેવી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સંકટ ચોથ પર સાચા હૃદયથી ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોને સુખ,
07:33 AM May 19, 2022 IST | Vipul Pandya
હિન્દુ કેલેન્ડર મુજબ જેઠ મહિનો શરૂ થયો છે. ત્યારે  કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થી તિથિને  સંકટ ચોથ કહેવામાં આવે છે. સંકટ ચોથનું વ્રત જેઠ મહિનાની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે અને તેમને મોદક, દુર્વા, સોપારી અને પાણી જેવી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સંકટ ચોથ પર સાચા હૃદયથી ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોને સુખ,

હિન્દુ કેલેન્ડર મુજબ જેઠ મહિનો શરૂ થયો છે. ત્યારે  કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થી તિથિને  સંકટ ચોથ કહેવામાં આવે છે. સંકટ ચોથનું વ્રત જેઠ મહિનાની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે અને તેમને મોદક, દુર્વા, સોપારી અને પાણી જેવી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સંકટ ચોથ પર સાચા હૃદયથી ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોને સુખ, સમૃદ્ધિ, બુદ્ધિ, જ્ઞાન, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.સંકટ ચોથ એટલે મુશ્કેલી દૂર કરનારી ચતુર્થી.આ દિવસે ભક્તો પોતાના દુ:ખમાંથી મુક્તિ મેળવવા માટે ગણપતિજીની પૂજા કરે છે. 
પુરાણો અનુસાર ચોથના દિવસે ગૌરી પુત્ર ગણેશની પૂજા કરવી ફળદાયી છે. આ દિવસે  ઘણા  લોકો  ઉપવાસ  કરતા  હોય છે. ભગવાન ગણપતિની  પૂજા કરવાથી અનેક ઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે. સંકટ ચોથ પણ કહેવામાં આવે છે. આ દિવસે સાચા મનથી ભગવાન ગણેશનું ધ્યાન કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને લાભ પ્રાપ્ત થાય છે.
સંકટ ચોથના દિવસે પૂજા સમયે ભગવાન ગણપતિને 21 ગાંસડી દુર્વા ઘાસ અર્પણ કરવું જોઈએ. આ ઉપરાંત ઈદમ દુર્વદલમ ઓમ ગણપતયે નમઃ મંત્રના જાપ  કરવા  જોઈએ. આ ઉપરાંત પ્રસાદમાં  મોદક પણ અર્પણ કરવા જોઈએ.  એવું કરવાથી ભગવાન ગણપતિ ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે .
Tags :
completeallyourworkGujaratFirstreligionSankatChothtoday
Next Article