Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા કરો આ કામ, દરેક પગલે મળશે સફળતા

 જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને ઘણી બધી ખુશીઓ, સમૃદ્ધિ અને સફળતા મળે. પરંતુ આવી ઈચ્છા દરેક વ્યક્તિ પૂરી થતી નથી  જોકે તેની પાછળ તેની મહેનત અને નસીબ બંને છે. જો બેમાંથી એક પણ વસ્તુનો પૂરેપૂરો સાથ ન મળે તો સફળતા મળતી નથી. સવારે ઉઠતાની સાથે જ અમુક એવી વાસ્તુ ટિપ્સ છે જે કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા લાગે છે.ધરતી માતાને પ્રણામ સવારે આંખ ખોલતાની સાથે જ સૌથી પહેલા
સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા કરો આ કામ  દરેક પગલે મળશે સફળતા
Advertisement
 જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને ઘણી બધી ખુશીઓ, સમૃદ્ધિ અને સફળતા મળે. પરંતુ આવી ઈચ્છા દરેક વ્યક્તિ પૂરી થતી નથી  જોકે તેની પાછળ તેની મહેનત અને નસીબ બંને છે. જો બેમાંથી એક પણ વસ્તુનો પૂરેપૂરો સાથ ન મળે તો સફળતા મળતી નથી. સવારે ઉઠતાની સાથે જ અમુક એવી વાસ્તુ ટિપ્સ છે જે કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા લાગે છે.

ધરતી માતાને પ્રણામ

સવારે
આંખ ખોલતાની સાથે જ સૌથી પહેલા આ ધરતી માતાને નમન કરો, જેમણે આપણને જન્મ
આપ્યો.
ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવામાં આવ્યું છે કે ધરતી માતા સમાન છે, તેથી તેનું માત્ર સન્માન જ નહીં પરંતુ પૂજન કરવું જોઈએ. આમ કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર પોતાની કૃપા વરસાવે છે. 

Advertisement


Advertisement

હથેળીઓ જોવી
સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા તમારે તમારા બંને હાથની હથેળીઓને ભેગી કરી
થોડા સમય તેને જોવી જોઇએ. આ દરમિયાન કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે
સરસ્વતી। કલમૂલે તુ ગોવિંદ: પ્રભાતે કરદર્શનમ્।। મંત્રનો જાપ કરવાથી લાથ
થાય છે.

માતાપિતાના ચરણ સ્પર્શ કરવાનું ભૂલશો નહીં 

પથારીમાંથી ઉઠ્યા બાદ ઘરમાં હાજર માતા-પિતા અને અન્ય વડીલોના ચરણ સ્પર્શ કરવા જોઈએ. ભારતીય ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે દુનિયામાં ક્યાંય પણ સ્વર્ગ હોય તો તે માતા-પિતાના ચરણોમાં છે. માતા-પિતા અને વડીલોના આશીર્વાદથી સૌથી મોટી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. જે લોકો વડીલોનું સન્માન કરે છે તેમની પ્રતિષ્ઠા પણ જીવનમાં વધે છે.


સૂર્યની કરો પૂજા

ભગવાન સૂર્યને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ભગવાન સૂર્યને નિયમિતપણે જળ અર્પણ કરવું અને હાથ જોડીને તેમના આશીર્વાદ લેવા. શાસ્ત્રો અનુસાર આવું કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે જ ઘર ખુશીઓથી ભરાઈ જાય છે. 

Tags :
Advertisement

.

×