જાણો છો? ગુજરાત સરકારના વર્તમાન તેમજ નિવૃત્ત સ્ટાફના પગાર, પેન્શન પાછળ કેટલો ખર્ચ થાય છે?
ગુજરાત સરકાર રાજ્યના વર્તમાન કર્મચારીઓ, અધિકારીઓને તેમજ નિવૃત થયેલા સ્ટાફને પગાર અને પેન્શન પેટે દર મહીને રૂપિયા ૫,૩૦૦ કરોડની અધધ રકમ ખર્ચે છે. આ હિસાબે રાજ્ય સરકારનો પગાર, પેન્શન પાછળનો વાર્ષિક ખર્ચ રુ. ૬૫ હજાર કરોડ થવા જાય છે. આ આંકડો જોઈને ચોંકી ગયાને?!! આગળ વાંચશો તેમ બધી વસ્તુના જવાબ તમને મળતા જશે!ગુજરાતમાં આશરે પાંચ લાખથી પણ વધુ કર્મચારી અને અધિકારીઓ રાજ્ય સરકારમાં સેવા આપી à
02:34 PM May 03, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત સરકાર રાજ્યના વર્તમાન કર્મચારીઓ, અધિકારીઓને તેમજ નિવૃત થયેલા સ્ટાફને પગાર અને પેન્શન પેટે દર મહીને રૂપિયા ૫,૩૦૦ કરોડની અધધ રકમ ખર્ચે છે. આ હિસાબે રાજ્ય સરકારનો પગાર, પેન્શન પાછળનો વાર્ષિક ખર્ચ રુ. ૬૫ હજાર કરોડ થવા જાય છે. આ આંકડો જોઈને ચોંકી ગયાને?!! આગળ વાંચશો તેમ બધી વસ્તુના જવાબ તમને મળતા જશે!
ગુજરાતમાં આશરે પાંચ લાખથી પણ વધુ કર્મચારી અને અધિકારીઓ રાજ્ય સરકારમાં સેવા આપી રહ્યા છે. તેઓના પગાર પાછળ કુલ આશરે ૩,૭૦૦થી ૩,૮૦૦ કરોડ જેટલી રકમ દર મહિને ચૂકવાય છે.પગારનો આ ખર્ચ માત્ર એક મહિનાનો છે.
હવે આપણે વાત કરીએ રાજ્ય સરકારમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને અધિકારીઓની.સત્તાવાર રીતે મળેલા આંકડા મુજબ આશરે સાડા ચાર લાખ કર્મચારી-અધિકારીઓને રાજ્ય સરકાર પેન્શન ચૂકવે છે. આ પેન્શનના ચુકવણા પાછળ રાજ્ય સરકારની તિજોરીમાંથી આશરે ૧,૪૦૦થી ૧,૫૦૦ કરોડ ખર્ચાય છે.
આમ, ગુજરાતમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના પગાર તેમજ નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને અધિકારીઓને ચૂકવવામાં આવતા પેન્શનની કુલ રકમ માસિક રુ. ૫,૩૦૦ કરોડ થાય છે. દર મહિને ૫,૩૦૦ કરોડનો ખર્ચ ગણીએ તો, એ હિસાબે રાજ્યની તિજોરીમાંથી એટલે કે, પ્રજાએ ચૂકવેલા કરવેરામાંથી પગાર, પેન્શન પાછળનો વાર્ષિક ખર્ચ આશરે રુ. ૬૫ હજાર કરોડ થવા જાય છે.
પગાર, પેન્શન તેમજ વ્યાજની ચૂકવણી પાછળ થતો ખર્ચ ‘કમિટેડ એક્ષ્પેન્ડીચર’ ગણાય છે. રાજ્ય સરકારના વાર્ષિક બજેટમાં આવા ખર્ચનો હિસ્સો બહુ મોટો હોય છે; જેના કારણે, વિકાસ યોજનાઓ માટે નાણા ફાળવવામાં સરકારના હાથ બંધાઈ જાય છે. ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષમાં ગુજરાત સરકારની તિજોરીમાંથી ‘કમિટેડ એક્ષ્પેન્ડીચર’ પાછળ રુ. ૮૩ હજાર કરોડ ખર્ચાશે જે સરકારની આવકનો ૪૬ ટકા હિસ્સો લઇ લેશે. આમાં, ૨૧ ટકા વર્તમાન સ્ટાફના પગાર પાછળ (રુ. ૩૮,૦૨૦ કરોડ), ૧૦ ટકા નિવૃત્ત સ્ટાફના પેન્શન પાછળ (રુ. ૧૭,૫૯૦ કરોડ) અને ૧૫ ટકા વ્યાજ ચૂકવણી (રુ. ૨૭,૧૨૦ કરોડ) પાછળ ખર્ચાશે. ૨૦૨૧-૨૨ના વર્ષ કરતાં કુલ આઠ ટકા વધુ રકમ વપરાશે. જે પગાર ખર્ચમાં ૧૦ ટકાનો, પેન્શન ખર્ચમાં ૭ ટકાનો અને વ્યાજ ચૂકવણીમાં ૪ ટકાનો વધારો દર્શાવે છે.
જોકે, ગુજરાતની ‘જી.ડી.પી.’ (કુલ ઘરેલું પેદાશ) અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ જ સારી હોવાના કારણે રાજ્ય સરકારની તિજોરીમાં માતબર આવક થાય છે. જેના કારણે, રાજ્ય સરકાર કર્મચારીઓ અને અધિકારીઓની સુખ-સુવિધાઓ પાછળના ખર્ચ તેમજ પગાર ચૂકવવામાં પાછીપાની કરતી નથી એટલું જ નહીં, પ્રજાલક્ષી વિકાસના કામો પણ અટકતા નથી.
Next Article